• આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો
  • સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજે નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી
  • રાજ્યની 10 હજાર જેટલી મંડળીની આશરે એક લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બને તે હેતુથી આર્થિક સહાય આપવામાં આવશે

WatchGujarat. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વડોદરા ખાતેથી મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુ સાથે વિવિધ યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની 10 હજાર જેટલી મંડળીની આશરે એક લાખથી વધુ મહિલાઓને રાજ્ય સરકાર વગર વ્યાજે 100 કરોડ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં હાલ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિતે આજે વડોદરા ખાતે કાર્યક્રમ યોજયો હતો. મહત્વનું છે કે “પાંચ વર્ષ નારી ગૌરવના” થીમ આધારિત આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂત કરાયું હતું.

શું છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં રાજ્યની  10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂા.1,000 કરોડની લોન સહાય અપાશે. આ માટે ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર અને શહેરી વિસ્તારોની 50 હજાર મળીને કુલ 1 લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે 2579 બહેનોને રૂા.9,67,48,690 લોન તથા રૂા.3,04,31,087 સબસીડી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ માટે ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂા.3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud