• ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા
  • હું નથી માનતો વહેલી ચૂંટણી આવે, સમયસર જ ચૂંટણી યોજાશે : CM રૂપાણી
  • રાજપીપળાના જીતનગર ખાતે આજે યોજાયેલા રાજ્ય કક્ષાના આદિવાસી મહોત્સવમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે સ્પષ્ટતા કરી
  • રૂ.341 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશની પ્રથમ બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું CM રૂપાણીએ ખાતમુહુર્ત કર્યુ

WatchGujarat. આ અંગે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ મીડિયા સાથે વાત કરતાં ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીની ચાલી રહેલી અટકળો અંગે સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે, વહેલી ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ નથી.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નિયત સમય કરતા વહેલી યોજાશે તેવી ચર્ચે જોર પકડ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હજી એક વર્ષથી વધુ સમયની વાર છે. ત્યારે રાજ્યભરમાં એવી ચર્ચા હતી કે સરકાર પાંચ વર્ષ પૂરા કરે એ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. નોંધનીય છે કે આ પાછળનો તર્ક એ આપવામાં આવી રહ્યો હતો કે માર્ચમાં ઉત્તરપ્રદેશના વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ સાથે જ ગુજરાતની ચૂંટણી પણ યોજાશે. આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. તેથી હું નથી માનતો વહેલી ચૂંટણી આવે, સમયસર જ ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી ચૂંટણીની શક્યતાઓને નકારી કાઢતા તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી. અમે તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud