• કોંગ્રેસે દેશહિત, જનહિત અને રાષ્ટ્રીય સુરક્ષાને બાજુએ મુકી : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • સત્તા માટે વલખા મારી રહેલ કોંગ્રેસ દેશને ગુમરાહ કરી રહી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • પેગાસસ દ્વારા કથિત ફોન ટેપિંગ મુદ્દે રાજકારણ ગરમાયું

WatchGujarat. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પેગાસસ મુદ્દે કોંગ્રેસને આડેહાથે લીધી દતી. આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા વિના તરફડી રહી છે. લોકશાહીમાં વિપક્ષે જે ભૂમિકા ભજવવાની હોય છે તે કમનસીબે સત્તા વિમુખ થયા બાદ, કોંગ્રેસ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહી છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ રહી છે તેનો આ દાખલો છે.

મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રીએ પેગાસસ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 45 દેશ પેગાસસનો ઉપયોગ કરે છે તેની વાત વિપક્ષ નથી કરતા. ફરી સત્તા ઉપર આવવા માટે કોંગ્રેસ વલખા મારી રહી છે. જે માટે દેશહિત, જનહિત અને રાષ્ટ્રીય સુરક્ષાને બાજુએ મૂકીને વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વડાપ્રધાન સંસદગૃહમાં નવ નિયુક્ત પ્રધાનોની ઓળખ કરવતા હોય ત્યારે સસંદીય પ્રણાલીને તોડીને કોગ્રેસે લોકશાહીને બટ્ટો લગાવ્યો છે.

પેગાસસ મુદ્દે રાજકારણ ગરમાયુ હતું. જેમાં પ્રવિણ તોગડિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, જેમ પાણી વિના માછલી તરફડે તેમ સત્તા વિના કોંગ્રેસ તરફડે છે. કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં પણ ખેડૂતોને ગુમરાહ કર્યા છે. ખેડૂતોના નામે અરાજકતા ઊભી થાય તેવા પ્રયાસો કોંગ્રસે કર્યા છે. સર્જીકલ અને એર સ્ટ્રાઈક વખતે પણ તેમને નકારાત્મકતા દાખવી. રાષ્ટ્ર વિરોધીઓ સાથે જોડાતા કોંગ્રેસને શરમ આવતી નથી. ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે એ કોંગ્રેસથી જોવાતુ નથી માટે આ પ્રકારની રાજનીતિ કરી રહી છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરવાના કાવતરા કરી રહી છે. માટે પ્રજા આ કોંગ્રેસને ઓળખી લે તેમ. સત્તા પાછી મેળવવા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ રહી છે તેનો આ દાખલો છે. તેની મનની મુરાદ પૂરી થવાની નથી, કોંગ્રેસે ઘણા સૈકા સત્તા ભોગવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud