• ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય છે.
  • અગાઉ 2019માં પ્રેમલગ્નની નોંધણી માટે માતા-પિતાની સંમતિનો સુધારો કરવા ભાજપના મંત્રીએ CMને પત્ર લખ્ય હતો

પ્રેમલગ્નની નોંધણીના કાયદામાં સુધારો લાવવા કોંગી MLA ચંદનજી ઠાકોરનો મુખ્યમંત્રીને પત્ર, જાણો શુ લખ્યું

WatchGujarat  ગત રોજ વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની માગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી છે.#MLA

‘મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચંદનજી ઠાકોરે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે દીકરા-દીકરીઓ દ્વારા મા-બાપની સંમિત વગર કોર્ટ મેરેજ કરવામાં આવે છે. દીકરો કે દીકરી બન્ને પુખ્ત વયના હોય કે ના હોય તે એક બીજાની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાય છે. આ બાબતે મા-બાપ અજાણ હોય છે અને ખબર પડે છે ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં મર્ડર પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે અને જો છોકરાના પરિવારને માલ મિલકત છોડીને ગામ બહાર જતું રહેવું પડે છે. તેમજ દીકરી ગમે એટલી ભણેલી હોય, હોશિયાર હોય પણ તેની સામાન્ય ભૂલના કારણે આખી જિંદગી વેર વિખેર થઈ જાય છે. અને સમાજમાં જૂથ વાદ ઉત્પ્ન્ન થાય છે. સમાજ-સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા ઉભા થાય છે. આખરે નાના સમાજો આવી ઘટનાઓનો ભોગ બને છે.#MLA 

‘માનનીય મુખ્યમંત્રીને દીકરીના બાપ તરીકે વિનંતિ કરું છું કે જ્યારે દીકરી દીકરો પુખ્તવયના થાય અને તેના લગ્નની નોંધણી જે તે જવાબદાર અધિકારી સમક્ષ કરવામાં આવે છે. તે અધિકારી લગ્ન નોંધણી કરે છે. તે અધિકારી તાત્કાલિક તેના મા-બાપને જાણ કરે અને જે ગુપ્ત લગ્ન નોંધણી થાય છે તે તાત્કાલિક રદ કરે અને જો કોઈ છોકરા-છોકરી કોર્ટ મેરેજ કરે કે લગ્ન નોંધણી કરાવે તો પોતાના મા-બાપની સંમતિ ફરજિયાત લેવામાં આવે મા-બાપની સંમતિ એટલા માટે લેવામાં આવે કે દીકરીને જન્મ આપવાથી માંડીને 18 વર્ષની ઉંમર સુધી પાળે પોષે છે. મા-બાપ તેને ભણાવે છે. તે દીકરીને પુખ્તવયની થવાની મા બાપ રાહ જોતા હોય છે. સમાજમાં વિવાહ કરવા પડશે અને પોતાની દીકરીના વિવાહ કઈ રીતે કરવા તે માટે રાત દિવસ મહેનત કરે છે. દીકરીના લગ્નમાં વ્યવહાર માટે એફડીઓ મુકતા હોય છે. દીકરીના લગ્ન માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે. આવી દીકરી ક્યાંકને ક્યાંક લવ મેરેજના રજીસ્ટાર સમક્ષ નોંધણી કરી અને મા-બાપની વેદનાને મોટી ઠેસ પહોંચાડે છે. આપ સાહેબને લગ્ન નોંધણી કરતી વખતે મા-બાપની સંમતિમાં સહી લેવામાં આવે તેવી વિનંતિ કરું છું.#MLA #Chandanji Thakors

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ સરકાર દ્વારા સુધારો કરી લગ્ન રજીસ્ટર રાજ્યની કોઈપણ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા થઈ શકે છે, તે પ્રમાણેનો પરિપત્ર અમલમાં છે. 18 વર્ષે મતદાનનો અધિકાર મળી જાય છે, પણ લોકસભામાં 25 વર્ષે ઉમેદવારી થઈ શકે છે. સરકાર દ્વારા 18થી 25 વર્ષ સુધી પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતાની સંમતિ તેમજ વર્તમાન લગ્ન નોંધણી દિકરીના ગામની પંચાયતમાં કરવામાં આવે તેવો સુધારો કરવા માટે લોક લાગણી પ્રવર્તી રહી છે. પ્રજા આંદોલન કરે તે પહેલા સત્વરે સુધારો કરવા વિનંતિ’ છે. #MLA #Chandanji Thakors

More #Congress #MLA #Chandanji Thakors #letter-to #CM #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud