• વર્ષના આખરી દિવસે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ રૂ. 50 લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી
  • સર્ચ ઓપરેશન દરમિયાન લાંચના વધુ કિસ્સાઓની ભાળ મળશે તેમ મનાઇ રહ્યું છે.

#Anand - રૂ. 50 લાખ લેનાર લાંચીયા કોન્સ્ટેબલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું, લાંચનો ઇતિહાસ ખુલવાની સંભાવના

WatchGujarat.  એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને બાતમની મળી હતી કે, આણંદના કોન્સ્ટેબલ દ્વારા મસમોટી રકમ લઇને મામલાની પતાવટ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના આધારે વર્ષના આખરી દિવસે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ રૂ. 50 લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. લાંચીયા કોન્સ્ટેબલના નિવાસ સ્થાને એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. સર્ચ ઓપરેશન દરમિયાન લાંચના વધુ કિસ્સાઓની ભાળ મળશે તેમ મનાઇ રહ્યું છે.

રાજ્યભરમાં વર્ષ દરમિયાન અનેક લાંચીયા અધિકારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત રાજ્યમાં સંભવિત સૌથી મોટો લાંચનો કિસ્સો પકડી પાડવામાં આવ્યો છે. વર્ષના આખરી દિવસે આણંદના કોન્સ્ટેબલને લાંચિયા કોન્સ્ટેબલને પકડી પાડવામાં આવ્યો છે. ખાતર કૌભાંડમાં સંડોવાયેલા લોકોના મામલાની પતાવટ માટે કોન્સ્ટેબલે રૂ. 60 લાખની લાંચ માંગી હતી. જો કે માથાકુટ બાદ રૂ. 50 લાખમાં મામલાની પતાવટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અમદાવાદના PI ને જાણ થતાની સાથે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગતરોજ મોડી રાત્રે રૂ. 50 લાખ લેતા આણંદનો પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાવલ ઝડપાઇ ગયો હતો.

રાજ્યમાં સંભવિત રીતે આણંદના કોન્સ્ટેબલ દ્વારા મામલાની પતાવટ માટે સૌથી વધુ રૂપિયાની લાંચ લીધી હોય અને પકડી પાડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. લાંચિયા કોન્સ્ટેબલને પકડીને તેનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી આગળ ધરવામાં આવી હતી. લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અંગે વધુ માહિતી મેળવવા માટે એસીબી દ્વારા તેના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. નિવાસ સ્થાનેથી લાંચના વધુ પુરાવા મળવાની પ્રબળ શક્યતાઓ છે.

More #Constable #taking #50 Lakh #money #for solving #case #illegally #house #search #ACB #Anand News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud