• ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ખુલ્લેઆમ વેચાતા દેશી-વિદેશી દારૂ બાબતે સીધેસીધુ રૂપાણી સરકાર અને ગૃહ ખાતા પર જ નિશાન

WatchGujarat ઝઘડિયાના BTP MLA છોટુ વસાવાએ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ખુલ્લેઆમ વેચાતા દેશી-વિદેશી દારૂ બાબતે સીધેસીધી રૂપાણી સરકારને જ અને ગૃહ ખાતાને જ નિશાન બનાવી તેમના દ્વારા જ દારૂના ધંધાને પ્રોત્સાહન મળતું હોવાનો આડકતરી રીતે ઈશારો કર્યો છે.

ધારાસભ્ય છોટુ વસાવા એ નિવેદન કરતા કહ્યું છે કે, દેશી-વિદેશી દારૂનો ધંધો કરનારા લોકોએ ગૃહ ખાતાના માલિક છે. દારૂ કેવી રીતે વિતરણ થાય તે ગૃહ મંત્રી અને રૂપિયા કેવી રીતે ભેગા થાય તેના માટે તેમની પાસે પદ છે. રૂપાણી સરકારે બુટલેગરોને જ કાર્યકરો બનાવી દીધા છે જેથી છડેચોક દારૂ વેચાય છે.

આવા લોકો આમ જનતાને દબાવવા માટે અને આંદોલનો કરી પોતાનો અવાજ રજૂ કરવાના છે તેમની પાછળ પણ પોલીસને મૂકી દીધી છે તેઓ આક્ષેપ રૂપાણી સરકાર પર અને ગૃહ ખાતા પર લગાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ મથકના પી.આઈ, ડીવાયએસપી, ડીએસપી અડ્ડાવાળા પાછળ લાગી ગયા હતા અને તમારે મત આપવાના છે અને નહીં અપાવો તો તમને અમે પાસામાં મૂકી દઈશું તેવી ધમકીઓ પણ આપી હતી તેઓ ઘટસ્ફોટ કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિંગમેકર અને BTP નો ગઢ ગણાતા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયત તેમજ ભરૂચ જિલ્લા પંચાયતમાં BJP એ ઇતિહાસ સર્જી ભગવો લેહરાવતા BTP નો સફાયો કરી દીધો હતો. જેને લઈ BTP MLA છોટુ વસાવા એ આ ચૂંટણી નહિ EVM નો ખેલ સહિતના આક્ષેપો કરી બેલેટ થી ચૂંટણી યોજવા પર ભાર મુક્યો હતો ત્યારથી તેઓ BJP , રાજ્ય અને કેન્દ્ર સરકાર પર વિવાદિત નિવેદનો આપી વાંક પ્રહારો કરી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud