ઉત્તરપ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસ તથા દેશ વિરોધી પ્રવૃતીને પાર પાડવા ઉમર ગૌતમ અને વડોદરાના સલાઉદ્દીન વિરૂદ્ધ યુ.પીમા ગુનો નોંધાયા બાદ વડોદરામાં પણ અલાયદો ગુનો નોંધાયો હતો
વડોદરાની હદ શરૂ થતાં હાઇવે પરથી વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસા કાફલા સાથે જોડાઇ
બન્ને આરોપીઓને યુ.પી પોલીસે કોર્ટ સમક્ષ રજુ કર્યા હવે વડોદરા પોલીસ કસ્ટડી મેળવશે
વડોદરામાં બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન દેશની અલગ-અલગ એજન્સીઓ તેમની પુછપરછ કરે તેવી પણ શક્યતાઓ છે.
[caption id="attachment_1413704" align="aligncenter" width="1600"] Salauddin Sheikh & Umar Gautam, Vadodara[/caption]
WatchGujarat. દેશના જુદા-જુદા રાજ્યોમાં ધર્માંતરણને પાર પાડવા, સરકાર વિરોધી આંદોલન કરવા, તોફાનમાં પકડાયેલા તોફાનીઓને છોડાવવા તથા મસ્જિદો બનાવવા કરોડો રૂપિયાના વિદેશી ફંડ હવાલા તથા મની લોન્ડરીંગ મારફતે મેળવવામાં આવતા હતા. યુ.પીના ચકચારી ધર્માંતરણ કેસમાં માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમનું નામ ખુલ્યુ હતું. જે બાદ દેશ વિરોધી પ્રવૃતીઓને પાર પાડવા ફંડિગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાલાઉદ્દીન શેખનું નામ ખુલતા બંને સામે યુપીમાં કેસ નોંધાયો હતો. જોકે બાદમાં વડોદરામાં પણ બન્ને વિરૂદ્ધ અલાયદો ગુનો નોંધવામાં આવ્યો હતો. ચકચારી કેસની તપાસ માટે વડોદરા પોલીસે SITની રચના કરી હતી. SITના ટ્રાનસફર વૉરંટને યુ.પીની કોર્ટે મંજુરી આપ્યાં બાદ આજે લોખંડી બંદોબસ્ત વચ્ચે યુ.પી પોલીસ બન્ને આરોપીઓને લઇ વડોદરા પહોંચી છે.
[caption id="attachment_1413705" align="aligncenter" width="1600"] With High Police Security Salauddin and Umar Gautam[/caption]
ઉત્તર પ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ પકડાયા બાદ તેને દેશ વિરોધી પ્રવૃતીને પાર પાડવા ફંડીગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાલાઉદ્દીન શેખનું નામ ખુલ્યુ હતું. જેથી ઉત્તર પ્રદેશ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન સલાઉદ્દીન પાર પાડવામાં આવ્યું હતુ. ઉત્તર પ્રદેશ પોલીસે સલાઉદ્દીનની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તેની આંકરી પુછપરછ કરી હતી. જોકે તેના રિમાન્ડ પૂર્ણ થતા લખનઉ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાન સલાઉનદ્દીન અને ઉમર ગૌતમ સામે વડોદરામાં ગુનો નોંધ્યો હતો. જેથી ટ્રાન્ઝીટ વોરન્ટના આધારે આજે બન્નેને ઉત્તર પ્રદેશ પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે વડોદરા લાવી કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેથી હવે પછી વડોદરા પોલીસ બન્નેની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરશે.
[caption id="attachment_1413706" align="aligncenter" width="1600"] salauddin & Umar Gautam at vadodara Court[/caption]
ઉલ્લેખનીય છે કે, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સામે વડોદરામાં અલાયદો ગુનો નોંધાતા વડોદરા પોલીસે સમગ્ર મામલાની તપાસ ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરી હતી. આ તપાસમાં SITએ અગાઉ સલાઉદ્દીનનો ખાસ મનાતો મોહંમદ હુસેન ગુલામરસુલ મન્સુરીની ધરપકડ કરી હતી. આ દરમિયાન એક પેનડ્રઈવની તપાસે જોર પકડયું હતુ. વડોદરાની આફમી ટ્રસ્ટમાં કરોડો રૂપિયાના વિદેશી ફંડ હવાલા તથા મની લોન્ડરીંગ મારફતે આવતા હોવાનું બહાર આવ્યા બાદ આ ફંડ સલાઉદ્દીન દેશના જુદા-જુદા રાજ્યોમાં ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલન કરવા, તોફાનમાં પકડાયેલા તોફાનીઓને છોડાવવા તથા મસ્જિદો બનાવવા પુરા પાડતો હતો.
[caption id="attachment_1413707" align="aligncenter" width="1600"] High Security Lucknow Police Van[/caption]
SIT દ્વારા ઉમર ગૌતમ અને સલાઉદ્દીનનો કબજો મેળવવા ત્રણ વાર પ્રયાસ કરાયો હતો. જોકે હવે SIT ના ટ્રાન્સફર વૉરંટને યુપીની કોર્ટે મંજુર કરી દેતા બંને આરોપીને યુપી પોલીસની ટીમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડોદરા લાવી છે. ઉલ્લેખનિય છે કે, વિદેશથી આવેલા કરોડો રૂપિયાને દેશની 103 જેટલી મસ્જિદોને ફંડિગ કરવામાં આવ્યુ હતું. આ સાથે માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ અને સલાઉદ્દીનની ગુજરાત ATS સહિત દેશની અન્ય એજન્સીઓ તેમને મળેલી વિગતો વિશે અલાયદી પુછપરછ કરે તેવી પણ શક્યતાઓ છે.