• કલેક્ટર અને મનપા તંત્રના અથાગ પ્રયાસો છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું
  • આજે સતત બીજા દિવસે સ્પીડવેલ પાર્ટીપ્લોટ અને પીજીવીસીએલ કર્મચારીઓનું વેકસીનેશન ચાલી રહ્યું છે.

WatchGujarat કલેક્ટર અને મનપા તંત્રના અથાગ પ્રયાસો છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોના દ્વારા વધુ 6 દર્દીઓનાં ભોગ લેવાતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. જો કે આરોગ્ય વિભાગે વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલુ રાખી છે. અને આજે સતત બીજા દિવસે સ્પીડવેલ પાર્ટીપ્લોટ અને પીજીવીસીએલ કર્મચારીઓનું વેકસીનેશન ચાલી રહ્યું છે.

સતાવાર યાદી મુજબ રાજકોટમાં તા.24નાં સવારનાં 8 વાગ્યાથી આજે તા.25નાં સવારે 8 વાગ્યા સુધી એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા શહેર અને જીલ્લાનાં 6 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1498 પૈકી 1039 બેડ ખાલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સપ્તાહથી જ શહેરમાં દરરોજ 100થી વધુ નવા પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે. અને સંક્રમણ રોકવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા શહેર ઉપરાંત જિલ્લાનાં ગામોમાં પણ વેકસીનેશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં માસ્કનું વિતરણ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોની સમજ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. અને સાથે-સાથે આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે તંત્રના આ તમામ પ્રયાસોને સંક્રમણ ઘટાડવામાં હજુ કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud