Watchgujarat. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI) ની નિષ્ણાત સમિતિ (SEC) એ ગુરુવારે લેવામાં આવેલા એક નિર્ણયથી દેશમાં રસીકરણ ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે. હકીકતમાં, નિષ્ણાત સમિતિએ ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝને કહ્યું છે કે સ્પુતનિક લાઈટ (Sputnik Light) નું ભારતમાં અલગથી ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવાની જરૂર નથી. આ વેક્સીનને રશિયામાં કરવામાં આવેલ ટ્રાયલ ડેટા જ પ્રસ્તુત કરી શકાય છે. આ ડેટા જ રસીને બજારની સત્તા આપવા માટે પૂરતા હશે. તમને જણાવી દઈએ કે સ્પુતનિક લાઇટ એક જ ડોઝ રસી છે.
સિંગલ-શૉટ વાળી આ રસીનો અસરકારકતા ડેટા આશરે 79.4 ટકા હોવાનું જાણવા મળ્યું છે. જયારે બે ડોઝ વાળી રસીની અસરકારકતા 97 ટકા પર આવી છે. આ ડેટા રસી વિકાસકર્તાઓ એ જ આપ્યો છે. ડૉ. રેડ્ડીઝે ભારતમાં સ્પુતનિક -v ભારતમાં તબક્કા 3 નું ટ્રાયલ કર્યું છે. તેમાં લગભગ 1600 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પુતનિક-V ને એપ્રિલના મધ્યમાં ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.
આરડીઆઈએફએ આ બે-ડોઝ વાળી સ્પુતનિક V કરતાં વધુ સારી ગણાવી હતી
રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના ભારતમાં ભાગીદાર ડો. રેડ્ડીઝે સ્પુતનિક લાઇટને બજાર અધિકૃત કરવા વિનંતી કરી છે. સિંગલ ડોઝ વાળી રશિયાની સ્પુતનિક લાઇટ કોવિડ રસી વૃદ્ધોમાં લગભગ 83 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડા આર્જેન્ટિનાથી એકત્રિત કરવામાં આવ્યા છે. બ્યુનોસ આયર્સ પ્રાંતના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આ આંકડા અનુસાર, સ્પુતનિક લાઇટ વૃદ્ધોમાં 78.6-83.7 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. RDIF એ આ વિશે માહિતી આપી હતી. RDIF એ આ બે-ડોઝ વાળી સ્પુતનિક V કરતાં વધુ સારી ગણાવી છે.
મોડર્નાને પણ હાલમાં મળી મંજૂરી
જણાવી દઈએ કે આ અઠવાડિયે અમેરિકન ફાર્મા કંપની મોડર્નાની રસીને પણ ભારતમાં ટ્રાયલ વિના મંજુર આપવામાં આવી છે. આ રસીને 'નવી ડ્રગ પરમિશન' હેઠળ માન્યતા મળી છે. અને આ માન્યતા મર્યાદિત ઉપયોગ માટે આપવામાં આવે છે. હવે દેશમાં ચાર રસીને મંજૂરી મળી ગઈ છે. કોવિશીલ્ડ, કોવેકસીન, સ્પુતનિક-V દ્વારા રસીકરણ ચાલુ છે. જયારે એક બીજી અમેરિકન ફાર્મા કંપની ફાઇઝરની રસી વિશે પણ વાતચીત ચાલી રહી છે.