સી.એમ વિજય રૂપાણી, જે. સી.એમ નીતિન પટેલ અને સી.આપ પાટીલ સમીક્ષા કરવા સુરત પહોંચ્યાં
કિડની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે 900 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ
આજથી જ આ હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓ ને સુવિધા ઉપલબ્ધ થશે
WatchGujarat. સુરત શહેરમાં સતત વધી રહેલા સંક્રમણના કારણે હવે પરિસ્થિતિ વધારે ગંભીર બની છે. રોજ 600થી પણ વધુ કોરોના ના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડ ઓછા પડી રહ્યા છે. તેવામાં પરિસ્થિતિને થાળે પાડવા માટે સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ નવી કોવિડ હોસ્પિટલ મુલાકાત લીધી હતી.
આ બાબતે સુરત મજુરા ના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતમાં ઘટતી બેડની પરસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સુરત સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આજથી જ આ હોસ્પિટલ શરુ કરી દેવામાં આવશે.કિડની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે 900 જેટલા બેડની સુવિધા છે. તેમાં નવો સ્ટાફ પણ આજથી કામે લગાડવામાં આવશે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તેઓ પોતે પણ આ હોસ્પિટલમાં હાજર રહેશે. અને લોકોને સારવાર મળી રહે તે માટેનું ધ્યાન રાખશે.
બેઠકોનો દોર શરૂ
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સતત કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે. અને હવે આલમ એ છે કે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં નવા સ્ટ્રેનનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ મનપા દ્વારા પણ સુરતમાં ટેસ્ટીંગ અને વેક્સીનેશન સધન કરવામાં આવ્યું છે.
આ બધા વચ્ચે આરોગ્ય સચિવ સુરત આવી પહોચ્યા છે. સુરતમાં તેઓએ કલેકટર ડો.ધવલ પટેલ, મનપા કમિશ્નર બી.એન.પાની, આરોગ્ય અધિકારીઓ અને તબીબો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સુરતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતા રહેલી છે.