• સુરતમાં ખાનગી હોસ્પિટલોએ (Surat Private Hospital) કોરોનાની સારવાર માટે કેટલાં નાણાં વસૂલ્યાં તપાસ કમિટી મૂકો
  • વડોદરામાં (Vadodara) આ રીતની કમિટી બનવાથી 50 લાખ જેટલી રકમ દર્દીઓના સગા વાળા ને પાછી મળી છે બીજેપી કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે ની મનપા માંગ
Gujarat, Surat City
Gujarat, Surat City

Watchgujarat. સુરત  શહેરમાં (Surat City) કોરોના તેના ચરમસીમા માં હતો ત્યારે હોસ્પિટલોમાં બેડની પણ અછત ઊભી થઇ હતી.લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા દર દર ભટકતા હતા.ત્યારે શહેરની ઘણી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ગરજનો લાભ ઉઠાવી લાખો રૂપિયા સારવારના નામે ખંખેરી લેવાયા હોવાની બૂમ પણ ઊઠી હતી.રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો કેટલો ચાર્જ લઇ શકે તે અંગે દરો પણ નક્કી કર્યા હતા.આમ છતાં ઘણી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે 10 લાખથી માંડીને 50 લાખે અને તેથી વધુ પણ વસૂલાયા હોવાની ફરિયાદો ઊઠી હતી .

જેથી હવે શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાયેલા વધુ પડતો ચાર્જ મુદ્દે કમિટી બનાવી જે દર્દીઓ પાસેથી વધુ ચાર્જ વસૂલાયો હોય તેને પરત અપાવવા માટે સુરત મનપાનાં સ્થાયી સભ્ય વજેશ ઉનડક્ટ એ રજૂઆત કરી છે . તેણે જણાવ્યું હતું કે.વડોદરામાં આ પ્રકારની કમિટી બનાવવામાં આવી છે . આ કમિટીએ 300 થી વધુ દર્દીઓને વિવિધ હોસ્પિટલો પાસેથી 50 લાખથી વધુ પરત અપાવી દીધા છે . જો સુરતમાં આવી કમિટી બને તો કોરોનાની સારવાર લઇ ચૂકેલા અસંખ્ય લોકો પાસેથી ખંખેરી લેવાયેલાં નાણાં પરત અપાવી શકાય તેવી શક્યતા પણ તેણે વ્યક્ત કરી હતી જો કે.આ મુદ્દે રાજ્ય સરકાર સાથે સંકલન કરવું જરૂરી હોવાથી મનપા કમિશનરે આ મુદ્દે પ્રયત્ન કરવા ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન લોકોને ખુબ જ હાલાકી પડી હતી. અને નગર સેવકો અને જ્ન્પ્રતીધીનીઓ ક્યાય દેખાતા ન હોવાની બુમ ઉઠી હતી. ત્યારે હવે પોતાની છબી સુધારવા માટે ભાજપના નેતાઓ અને નગર સેવકો જગ્યા છે. આ ઉપરાંત સુરતમાં આમ આદમી પાર્ટી પણ ઘણા વિરોધ સાથે જનપ્રશ્નો ઉઠાવી રહી છે. અને હવે ભાજપના કાર્યકરો પણ આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જેને લઈને ખોટ પૂરી કરવા હવે ભાજપ શાસકો જનપ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud