• યુસુફે 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી IPLનાં ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન
  • યુસુફ પઠાણે 2007 ની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો
  • ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતુ જેમાં કોઈ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆત કરી હોય અને ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હોય

WatchGujarat વર્ષ 2007 ના ટી 20 વર્લ્ડ કપ અને વર્ષ 2011 ના વન-ડે વર્લ્ડકપની ભારતીય ટીમના ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. યુસુફ પઠાણે તેની કારકિર્દીમાં ભારત તરફથી 57 વનડે અને 22 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

યુસુફ પઠાણની આઇપીએલમાં પણ ઓલરાઉન્ડર તરીકેની ઓળખ છે. યુસુફે આઈપીએલમાં 174 મેચ રમી છે. યુસુફ પઠાણે 2007 ની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ડેબ્યૂ મેચમાં ટીમ વર્લ્ડ ચેમ્પિયન પણ બની હતી. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું હતુ જ્યારે કોઈ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆત કરી હોય અને ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હોય. યુસુફે ઘણી ઇનિંગ્સમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ટીમને હારના મોમાંથી જીત મેળવવામાં મળ કરી હતી. આઈપીએલમાં લાંબા સમય સુધી યુસુફ પઠાણ કોલકતા નાઈટ રાઈડર્સની ટિમ તરફથી રમ્યો છે.

યુસુફ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. નિવૃત્તિ લેતી વખતે યુસુફ પઠાણે લખ્યું કે, ‘હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમ, કોચ અને સમગ્ર દેશનો દિલથી સમર્થન અને પ્રેમ આપવા માટે આભાર માનું છું. યુસુફે 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલમાં 37 બોલમાં સદી ફટકારી હતી. યુસુફ આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. આઇપીએલમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલનાં નામે છે. ક્રિસ ગેઈલે 30 બોલમાં સદી ફટકારી હતી. જણાવી દઈએ કે, યુસુફ આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન છે. આ કિસ્સામાં, બીજો નંબર મયંક અગ્રવાલનો છે, જેણે 2020 માં રાજસ્થાન સામે 45 બોલમાં સદી ફટકારી હતી.

યુસુફ પઠાણ બરોડાનાં ઓલરાઉન્ડર પણ છે. બરોડાના ઓલરાઉન્ડરે 2012 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આઈપીએલમાં યુસુફનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડર યુસુફ પઠાણે મોટી ભૂમિકા નિભાવી હતી. યુસુફ પઠાણે વનડે કારકિર્દીમાં રમાયેલી 57 મેચની 41 ઇનિંગ્સમાં 27 ની સાધારણ એવરેજથી 810 રન બનાવ્યા હતા અને 33 વિકેટ લીધી હતી. વળી આ ઓલરાઉન્ડરે ટી-20 ફોર્મેટમાં સારુ પ્રદર્શન કર્યું હતું અને તેણે 22 મેચોની 18 ઈનિગ્સમાં 146.58 ની સ્ટ્રાઇક રેટથી 236 રન બનાવ્યા છે, જ્યારે બોલરમાં 13 વિકેટ પોતાના નામે કરી છે.

આઈપીએલમાં યુસુફ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી શાનદાર ટીમનો ભાગ રહ્યો હતો. યુસુફ પઠાણે આઈપીએલ 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી, જે ટૂર્નામેન્ટની અત્યાર સુધીની બીજી ઝડપી સદી પણ છે. યુસુફ વર્ષ 2019 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. ભાઈ ઈરફાન પઠાણ નિવૃત જાહેર કર્યાબાદ કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે. જેથી કહી શકાય કે, ઇરફાનની સાથે યુસુફ પણ કોમેન્ટ્રી કરતો જોવા મળી શકે છે.

Yusuf Pathan stats (All-Rounder)
  • Career Batting Stats Right-Handed Batsman
Format
M
Inn
NO
Runs
HS
Avg
BF
BF
SR
100s
50s
ODI
2008–12
57
41
11
810
123*
27.0
713
96
113.6
2
3
T20I
2007–12
22
18
5
236
37*
18.1
161
24
146.6
0
0
IPL
2008–19
174
154
44
3204
100
29.1
2241
37
143.0
1
13
1st class
2001–20
100
158
18
4834
210*
34.5
5618
190
86.0
11
20
List A 2005–19
200
176
33
4797
148
33.5
4347
123
110.3
9
28
T20
2007–19
274
243
67
4852
100
27.6
3482
37
139.3
1
21
  • Career Bowling Stats Right-Arm Off Spin Bowler
Format
M
Inn
B
Mdn
Runs
W
BB
Econ
Avg
SR
4W
5W
ODI
2008–12
57
50
1490
3
1365
33
3/49
5.49
41.4
45.1
0
0
T20I
2007–12
22
17
305
0
438
13
2/22
8.61
33.7
23.5
0
0
IPL
2008–19
174
82
1147
1
1415
42
3/20
7.40
33.7
27.3
0
0
1st class
2001–20
100
139
13384
398
6568
201
6/40
2.94
32.7
66.6
5
14
List A
2005–19
200
160
6034
24
5133
124
5/52
5.10
41.4
48.7
2
2
T20
2007–19
274
140
2206
1
2814
99
4/10
7.65
28.4
22.3
2
0
  • Career Fielding Stats
Format
Catches
Run Outs
Stumpings
ODI
2008–12
17
5
0
T20I
2007–12
9
0
0
IPL
2008–19
43
11
0
1st class
2001–20
81
5
0
List A
2005–19
83
11
0
T20
2007–19
86
13
0

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud