• કોરોના બાદથી લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે સરકારે ઓનલાઇન સુવિધા શરૂ કરી
 • ઓનલાઇન સુવિધાનો ફાયદો ઉઠાવી લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થયા
 • સરકારની વેબસાઇટ પહેલા ગુગલ એડ.માં પોતાની વેબસાઇટ બતાવીને લોકોને ઠગવાનો પ્રયાસ
 • લાયસન્સ કઢાવતી વખતે સરકારી વેબસાઇટનો ઉપયોગ જ કરવો હિતાવહ – મયુર ભુસાવળકર

WatchGujarat. કોરાનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટ દ્વારા “ફેસલેસ સર્વિસ” ની શરૂઆત કરીને એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોઈ નાગરિક લર્નિગ લાયસન્સ કઢાવવા માંગતો હોય તો તે માત્ર આધાર કાર્ડ ની મદદથી સરળતાથી ઓનલાઇન કઢાવી શકે છે. અને ઓનલાઇન લર્નિગ લાયસન્સ કઢાવવા માટે ડેડિકેટેટ વેબ પોર્ટલ www.parivahan.gov.in ની મુલાકાત લેવાની અને માત્ર ત્યાં આપવામાં આવેલી પ્રક્રિયાને અનુસરવા જણાવવામાં આવ્યું હતું.

પરંતુ સાયબર માફિયાઓ આમાં પણ લોકોને લૂંટવા માટે સક્રિય બની ચુકી છે. અને ત્રણ જેટલા અલગ અલગ પોર્ટલને ભારતીય સાયબર વેબસ્પેસમાં ઘુસાડીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. જયારે લોકો ઓનલાઇન લર્નિગ લાયસન્સ કઢાવવા માટેની પ્રક્રીયા ને જાણવા માટે સર્ચ એન્જીન તેમજ યૂ -ટ્યૂબ પર સર્ચ કરે છે. ત્યારે ડેડિકેટેટ વેબ પોર્ટલ www. parivahan.gov.in પહેલા સર્ચ એન્જીન ઓપ્ટીમાઈઝેશન નો ફાયદો ઉંચકીને સાયબર લુંટારૂ ગેન્ગ પોતનાં લુંટાના ઇરાદાને પાર પાડવા માટે બનાવેલી વેબસાઇટ પર પોર્ટલ ઇન્ડેક્સિંગમાં બતાવવામાં આવે છે.

લોકો ગુગલ એડથી બતાવતા લાયસન્સના પોર્ટલ પર જઇને ક્લિક કરે છે. તેમાં જતા લોકો પાસેથી લર્નિગ લાયસન્સ ફી પેટે રૂ. 375/- વસુલવામાં આવે છે. સાથે જ આધાર કાર્ડ સાથે બીજી અંગત જરૂરી માહિતી માંગવામાં આવે છે. જે આપવાથી નુકશાન થઇ શકે છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વેબસાઇટ પર લાયન્સ કઢાવવા માટે જરૂરી વિગતો આપવી જોઇએ. પરંતુ ગુગલ પર એડવર્ટાઇઝમેન્ટના સ્વરૂપે પ્રોમોટ કરાવી અવિશ્વવાસપાત્ર વેબસાઇટનો બિલકુર ભરોષો કરવો જોઇએ નહિ.

સાયબર એક્સપર્ટ, ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર અને થ્રેટ એનાલિસીસ એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા એડવર્ટાઇઝમેન્ટ ચલાવતી વેબસાઇટનુ એનાલીસીસ કરવામાં આવ્યું હતું.

એનાલીસીસ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી

 • ત્રણ પૈકી એક પણ પોર્ટલ સરકારી કે અર્ધ-સરકારી પોર્ટલ નથી, જે એડ્સ સ્વરૂપે પ્રદર્શિત થાય છે
 • પેઇટ વેબસાઇટ પર આપવામાં આવેલા ફોર્મ માત્ર ગૂગલ ફોર્મ છે, જેમાં કોઈ વેલિડેશન નથી.
 • ત્રણેય વેબસાઇટને www.parivahan.gov .in સાથે કોઈપણ પ્રકારનું કનેક્શન નથી.
 • ત્રણ ફેક પોર્ટલની સેવાઓ આર.ટી.ઓ ના કામકાજના સમય દરમ્યાન જ જોવા મળે છે, ત્યારબાદ તે સર્ચ એન્જીન પરથી અદૃશ્ય થઈ જાય છે.
 • જે પણ ફેક પોર્ટલની સેવા લે છે, તે પોતે આધાર કાર્ડ નો ઓ.ટી.પી પણ આ લોકોને આપી રહ્યા છે

ઓનલાઇન લાયસન્સ કઢાવતી વેળાએ લોકોએ ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દા :

 • ઓનલાઇન લર્નિગ લાયસન્સ માટે માત્ર www.parivahan.gov.in ની જ મુલાકાત લેવી, અન્ય કોઈ પોર્ટલ પર જવું નહીં.
 • સર્ચ એન્જીન કે યૂ-ટ્યૂબ પર એડ્સ સ્વરૂપે પ્રદર્શિત થતી વિગતો પર ભરોસો ક્યારેય પણ કરવો નહીં, જેનો ગૂગલ પોલિસીમાં પણ ઉલ્લેખ છે.
 • આધાર કાર્ડ ની માહિતી અને ટ્રાન્સેક્શન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ઓ.ટી.પી કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવો નહીં.
 • વધુમાં ઓનલાઇન લર્નિગ લાયસન્સ સુવિધા ભારતના તમામ રાજ્યોમાં હજુ સુધી લાગુ પાડવામાં આવી નથી.
 • આગામી સમયમાં આ સુવિધા તમામ રાજ્યોમાં શરૂ થઈ શકે છે પરંતુ તેની ડેડ લાઈન નિશ્ચિત નથી.
 • ઓનલાઇન લર્નિગ લાયસન્સ સુવિધા રાજ્યમાં ઉપલબ્ધ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ? તે માટે સૌથી પહેલા
 • ડેડિકેટેટ વેબ પોર્ટલ અથવા www.parivahan.gov.in ની મુલાકાત લેવી
 • ત્યારબાદ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ વિભાગમાં ડ્રાઈવર/લર્નિંગ લાયસન્સ વિભાગમાં જઈને MORE બટન પર ક્લિક કરવું.
 • પછી એપ્લાય ફોર લર્નર લાયસન્સ પર ક્લિક કરવું.
 • ત્યારબાદ રાજ્યની પસન્દગી કરવી
 • વધુ માહિતી ખૂલતાં ઇન્સ્ટ્રકશન વિભાગમાં જો તમને “એલ એલ સ્લોટ્સ બૂક” લખેલું આવે તો સમજવું કે ઓનલાઇન સર્વિસ ચાલુ થઈ નથી. પરિણામે લર્નિગ લાયસન્સ સુવિધા માટે આર.ટી.ઓ કચેરીએ જવું પડશે. અને ન આવે તો એમ સમજવું કે ઓનલાઇન સર્વિસ ચાલુ થઈ ચુકી છે.
(મયુર ભુસાવળકર સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર છે. તેઓ ગુજરાતના અગ્રણી સમાચાર પત્રમાં કોલમીસ્ટ છે અને સમયાંતરે સાંપ્રત વિષયો પર અનેક ન્યુઝ પેપર અને ચેનલમાં તેમનો એક્સપર્ટ વ્યુ આપતા હોય છે.)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud