• સમગ્ર ગ્રામજનોને વળતરની માંગ સાથે કલેક્ટરાલયમાં ટંકશાળ પાડી
  • ગત 3 જૂન 2020 એ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક ઘટનામાં 10 ના મોત અને 77 ને ઇજા થઇ હતી, જ્યારે લુવારા અને લખીગામ ખાલી કરાયા હતા
  • કોર્ટે મૃતકોને 15 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ, અન્ય ઇજાગ્રસ્તોને 2.5 લાખ અને મકાનને નુક્શાનીમાં ગ્રામજનોને ₹25,000 ચૂકવવા હુકમ કર્યો હતો
Gujarat, Dahej Company didnt reviv Money to employees
Gujarat, Dahej Company didnt revive Money to employees

Watchgujarat. દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટની જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતને એક વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાં કોર્ટના આદેશ મુજબ લખીગામના અસરગ્રસ્તોને વળતર નહિ ચૂકવાતા મંગળવારે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી.

ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત ગત 3 જૂને દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાઈ હતી. ટેન્કરમાંથી ટેન્કમાં કેમિકલ ઠાલવતી વખતે થયેલા ધડાકામાં 10 કામદારોના મોત અને 77 થી વધુને ઇજા પહોંચી હતી.

ધડાકો એટલો પ્રચંડ હતો કે નજીક આવેલા લુવારા અને લખીગામના મકાનોને પણ ભારે નુકશાન થયું હતું. તે સમયે આ બન્ને ગામ તંત્ર દ્વારા ખાલી કરાવવાની પણ ફરજ પડી હતી.

ઘટનામાં કોર્ટે લખીગામના અસરગ્રસ્તોને પણ વળતર આપવા કંપનીને હુકમ કર્યો હતો. જોકે ઘટનાના એક વર્ષ બાદ પણ કંપની સત્તાધીશો દ્વારા અમુક ગ્રામજનોને વળતર આપી તેનું લિસ્ટ પંચાયતને પણ અંધારામાં રાખી કોર્ટમાં બરોબર રજૂ કરી અન્ય ગ્રામજનોને ભારે અન્યાય કર્યો છે.

સમગ્ર લખીગામમાં આ ધડાકાની અસર થઈ હતી અને મકાનોને નુકશાની પહોંચી હતી ત્યારે આજે સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેકટર કચેરી ખાતે ઉમટી પડી કોઈપણ ભેદભાવ વગર તમામ ગ્રામજનોને વળતર ચૂકવાઈ તેવી રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

જિલ્લાના અત્યાર સુધીના સૌથી બીગેસ્ટ બ્લાસ્ટમાં કોર્ટે મૃતકોને 15 લાખ, ગંભીર ઇજામાં 5 લાખ, અન્ય ઇજામાં 2.5 લાખ અને ઘરોને નુક્શાનીમાં ગ્રામજનોને 25,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેમાં કંપનીએ લખીગામે અમુક લોકોને જ વળતર ચૂકવી તેનું લિસ્ટ પંચાયતને જાણ કર્યા વિના કોર્ટમાં રજૂ કરી ધીધુ હતું. હવે ગ્રામજનો આખા ગામને વળતરની માંગ કરી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud