• ઘરેથી ભાગી ગયેલા યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં
  • યુવતીથી માર સહન ન થતાં ઢળી પડી
  • આ મામલે પોલીસે ગુનો નોંધી 9 આરોપીઓની ધરપકડ કરી
Gujarat, ChotaUdepur Incident
Gujarat, ChotaUdepur Incident

WatchGujarat. દાહોદ બાદ છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની યુવક-યુવતિને તાલિબાની સજાની ઘટના સામે આવી છે. જેમાં ગ્રામજનો દ્વારા યુવક અને યુવતીને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતીથી માર સહન ન થતાં ઢળી પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેના દ્વારા આ સમગ્ર ઘટના સામે આવી હતી.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામે પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ બન્યો છે. જેમાં પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા.

આ બનાવ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ મામલે રંગપુર પોલીસ મથક ખાતે નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રંગપુર પોલીસ દ્વારા આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. જે બાદમાં બેથી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ઢોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડી હતી. આ દરમિયાન યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા દાહોદ જિલ્લાના એક ગામમાં પણ માનવતાને શરમાવે તેવી નારી હનનની ઘટના સામે આવી હતી. જેમાં કેટલાંક લોકોએ એકઠાં થઈને યુવતીને ઢોર માર મારી તેના કપડાં પણ ફાડી નાખ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud