• ફતેપુરા તાલુકાના હડમતમાં બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં ચારના મોત:એકની સ્થિતિ ગંભીર
  • મૃતકોમાં ત્રણ સંતરામપુરના પૈકી બે સગા ભાઈઓ,જ્યારે એક લખણપુરના યુવાનનું મોત નિપજ્યું છે

#Dahod - લગ્રપ્રસંગમાં પહોંચે તે પહેલા સગા ભાઇઓને કાળ ભરખી ગયો

WatchGujarat. ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતની સંખ્યા વધતી જાય છે. શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સંતરામપુરના ત્રણ તથા લખણપુરના એક યુવાનનું મોત નિપજવા પામેલ છે. જ્યારે લખણપુરનો એક યુવાન હાલમાં લુણાવાડા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ છે.

ફતેપુરા તાલુકાના હડમત હાઈવે માર્ગ ઉપર શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં બાઈક પર સાજીદ અમીન પઠાણ, તોકીર અમન અરબ તથા એક અન્ય તેમના પરિવારનો યુવાન ઝાલોદ લગ્ન પ્રસંગમાંથી પરત સંતરામપુર જવા માટે નીકળ્યા હતા. તેવામાં લખણપુરના વતની દીપકભાઈ અરવિંદભાઈ ચારેલ તથા કમલેશભાઈ ચીમનભાઈ ચારેલ બંને રહેવાસી લખણપુરનાઓ પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે-૨૦.ક્યુ-૭૪૩૨ ઉપર સુખસર તરફથી ઘરે જઈ રહ્યા હતા. તેવા સમયે હડમત ગામે શીરા ફળિયા જતા માર્ગ પાસે આ બંને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં સંતરામપુરના સાજીદ અમીન પઠાણ,તોકીર અમન અરબ તથા લખણપુરના દિપક અરવિંદભાઈ ચારેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે સંતરામપુરના એક યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા લુણાવાડા ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યું છે. #Dahod

#Dahod - લગ્રપ્રસંગમાં પહોંચે તે પહેલા સગા ભાઇઓને કાળ ભરખી ગયો

હાથે-પગે તથા માથામાં ગંભીર ઈજા ગ્રસ્ત કમલેશભાઈ ચીમનભાઈ ચારેલને હાલ લુણાવાડા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરોક્ત અકસ્માતની 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક સુખસર તથા ઝાલોદની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. #Dahod

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સંતરામપુરના મોટરસાયકલ સવાર ત્રણ પૈકી બે સગા ભાઈઓ છે. જ્યારે લખણપુરના અકસ્માતનો ભોગ બનેલા યુવાનો કુટુંબી ભાઇઓ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માતની જાણ સુખસર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની અને મૃતકો બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ સંતરામપુરા મુસ્લિમ સમાજમાં અને લખણપુર ચારેલ પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે. #Dahod

More #Brother #Ended #life #on road #bike #accident #Fatepura #Dahod news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud