કોંગ્રેસના માજી પ્રમુખ દ્વારા પક્ષાંતર ધારાની અરજી કરાઈ હતી
કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા સભ્ય ભાજપ પક્ષના મેન્ડેટ ઉપર તેમજ ભાજપ પક્ષના સભ્ય ના ટેકાથી પ્રમુખ બનતા પક્ષાંતર ધારો લાગતા ગેરલાયક ઠેરવાયા
દક્ષા નાથાણી પાલિકા પ્રમુખ ચિઠ્ઠી ઉછાળતા પ્રમુખ બન્યા હતા ત્યારે પક્ષાંતર ધારો લાગતાં અનેક સવાલો
WatchGujarat. દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ સામે કોંગ્રેસના માજી પ્રમુખ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માં અરજી કરી હતી જેને લઇ ગુજરાત રાજ્યના નામોદીષ્ટ અધિકારી દ્વારા પક્ષાંતર ધારા હેઠળ પાલિકા પ્રમુખને નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક કરવાનો હુકમ કરતાં સ્થાનિક રાજકારણમાં જાણે ભૂકંપ રાજકીય દાવપેચ માં હુકમ થયો હોવાની લોક મુખે ચર્ચા આ હુકમથી ભાજપ ની ભવાઈ થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
દેવગઢ બારીયા નગરપાલિકા ના રાજકારણ ને લઇ હાલમાં ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે આ રાજકારણ માં નવો એક પક્ષાંતર ધારાનો પ્રમુખ વિરુદ્ધ હુકમ થતાં નગરમાં રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે દેવગઢબારિયા પાલિકામાં પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા પ્રમુખની ચુંટણી યોજાઇ હતી જેમાં દક્ષાબેન મિતેશભાઇ નાથાણી ભાજપ કોંગ્રેસના સભ્યોના ટેકાથી પ્રમુખ તરીકેની જાહેરાત કરતાં માજી પ્રમુખ ચાર્મી સોનીયે આ ચૂંટણીમાં બળવો કરતા પ્રમુખની ચૂંટણી યોજાતા જેમાં બંને પક્ષે બાર બાર સભ્યો થતાં ચૂંટણી ટાઇ પડતાં આખરે ચિઠ્ઠી ઉછાળવા માં આવી હતી. તેમાં દક્ષાબેન નાથાણી ની ચીઠ્ઠી નીકળતા તેમને પ્રમુખ તરીકે ની ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
ચૂંટણી માં દક્ષાબેન નાથાણી ભાજપના મેન્ડેટ થી પ્રમુખ બન્યા હતા. દક્ષાબેન નાથાણી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા હોય અને તેઓએ કોંગ્રેસ પક્ષના સભ્યોની દરખાસ્તથી તેમજ ભાજપ પક્ષના સભ્યોના ટેકા થી પ્રમુખ પદની ઉમેદવારી કરી પ્રમુખ તરીકે ચૂંટાઇ આવતા વિવાદ સર્જાયો હતો. દક્ષાબેન નાથાણીએ મૂળ રાજકીય પક્ષ કોંગ્રેસ છોડી દીધો હોવાની તેમના વિરૂદ્ધ ગુજરાત રાજ્યના નામોદીષ્ટ અધિકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવી હતી. તેના સંદર્ભે 15/01/2021 ના રોજ ગુજરાત રાજ્યના નામોદીષ્ટ અધિકારી દિલીપ રાવલ દ્વારા નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન નાથાણી નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા હુકમ કરતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.