વિરોલ ગામની એક મહિલાએ સપ્ટેમ્બર 2020માં દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડીમાં સુપરવાઇઝર ની નોકરી માટે ફોર્મ ભર્યું
ચાલ ચલગતનો દાખલો તથા સસ્તુ અનાજ આપવા અંગે વાત કરતા સરપંચે પૈસાની માંગણી કરી
WatchGujarat. આંગણવાડીમાં સુપરવાઇઝર ની નોકરી માટે ચાલ ચલગત નો દાખલો તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગેની કાર્યવાહી કરવા માટે રૂ. 6 હજારની લાંચ સ્વીકારતા મહિલા સરપંચ રંગેહાથ ઝડપાયા હતા. કાળીડુંગરી બસ સ્ટેન્ડ પાસે દાહોદ એસીબીએ ગોઠવેલ છટકામાં મહિલા સરપંચ ઝડપાતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામની એક મહિલાએ સપ્ટેમ્બર 2020માં દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડીમાં સુપરવાઇઝર ની નોકરી માટે ફોર્મ ભર્યું હતું. ફોર્મ સાથે ગામના જુના સરપંચના ચાલ ચલગત ના દાખલાની નકલ જોડી હતી. પરંતુ હાલના નવા સરપંચનો ચાલ ચલગત નો દાખલો સુપરવાઇઝર ફોર્મમાં જોડવાનો હતો. તે માટે મહિલાના પતિ દસેક દિવસ પહેલા નવા મહિલા સરપંચ વાલીબેન સુરેશભાઈ વણકરને રૂબરૂ મળ્યા હતા. મળીને ચાલ ચલગત નો દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગેની કાર્યવાહી કરી આપવાની વાત કરી હતી. દરમિયાન મહિલા સરપંચે આ બે કામ માટે રૂપિયા 6500 ની લાંચની માગણી કરી હતી.
મહિલાના પતિએ થોડું રકઝક કરતા અંતે રૂપિયા 6,000 ની લાંચની માગણી કરી હતી. લાંચની રકમ તે મહિલાના પતિ આપવા માંગતા ન હતા. તેણે દાહોદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે દાહોદ એસીબી પીઆઈ પી. કે. આસોડા ના નેતૃત્વમાં ટીમે નક્કી કરેલા સ્થળ દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામ ના બસ સ્ટેન્ડ પાસે ની ટ્રેપ ગોઠવી હતી. અને તે મહિલાના પતિને રૂ. 6 હજારની કિંમત ની પાવડર વાળી ચલણી નોટો આપી હતી. જે ટ્રેપ માં વિરોલ ગામના મહિલા સરપંચ વાલીબેન સુરેશભાઈએ તે મહિલાના પતિ પાસેથી પાવડર વાળી રૂપિયા 6,000 ની ચલણી નોટો લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. તેની અટક કરી વધુ પૂછપરછ માટે દાહોદ એસીબી પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે