• કાઉન્સિલર હિરેન પટેલની હત્યાના હરિયાણાના મેંવાત વિસ્તારમાંથી પકડાયેલ ઇમરાન ગુડાલા એ પૂછપરછ દરમિયાન ઝાલોદના માજી સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિત કટારા નું નામ આપ્યું
  • દાહોદ LCB એક્શનમાં આવી

#Dahod - BJP ના કાઉન્સિલરને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં મુખ્ય સૂત્રધાર અમિત કટારા ઝડપાયો, રાજકીય ષડયંત્ર ખુલ્લું પડશે

WatchGujarat. ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યાના હરિયાણાના મેંવાત વિસ્તારમાંથી પકડાયેલ ઇમરાન ગુડાલા એ પૂછપરછ દરમિયાન ઝાલોદના માજી સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિત કટારા નું નામ આપ્યું હતું. જેને પગલે દાહોદ LCB એક્શનમાં આવી હતી. LCB પોલીસે ગુરુવારે અમિત કટારાને તેના વતન ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામેથી ઝડપી પડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે રાજકિય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. #BJP

ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદથી નાસતા ફરતા આરોપી ઝાલોદના ઇમરાન ગુડાલા ને ગુજરાત એટીએસની ટીમે હરિયાણાના મેવાત ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડયો હતો. જેને ગઈકાલે વિડિયો કોન્ફરન્સથી પોલીસે ઝાલોદ ની કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઇમરાન ગુડાલા એ પોલીસની પૂછપરછમાં BJP કાઉન્સિલરની હત્યાની સોપારી અમિત કટારાના કહેવાથી આપી હોવાનું જણાવ્યું હતું.

હિરેન પટેલ હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે અમિત કટારાનું નામ ખુલતા દાહોદ પોલીસ હરકતમાં આવી હતી. અને ગણતરીના દિવસોમાં દાહોદ એલસીબી પોલીસે અમિત કટારાને તેના માદરે વતન ચિત્રોડીયા ગામેથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આગામી સમયમાં રાજકીય ષડયંત્ર ઉકેલવામાં તપાસ સંસ્થાઓને સરળતા રહેશે.

More #BJP #political #conspiracy #key #person #arrested #by LCB #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud