• કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો
  • જિલ્લા પંચાયત, દાહોદના તમામ શાખાધિકારીશ્રીઓ સબંધિત સ્ટાફ સાથે હાજર રહ્યા હતા

#Dahod - 'પંચાયત આપને દ્વાર' અભિયાન : છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો પ્રયાસ

WatchGujarat. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત આપને દ્વાર નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો હતો. #Dahod

#Dahod - 'પંચાયત આપને દ્વાર' અભિયાન : છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો પ્રયાસ

જેમાં જિલ્લા પંચાયત, દાહોદના તમામ શાખાધિકારીશ્રીઓ સબંધિત સ્ટાફ સાથે હાજર રહેલ હતા. ગડોઈ ગામમાં પંચાયત દ્વારા થયેલ તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરવામાં આવેલ હતી તથા તમામશાખાધિકારીશ્રીઓ જેવા કે આરોગ્ય વિભાગ, સંકલીત બાળ વિકાસ વિભાગ, પંચાયત વિભાગના 14 માં નાણાં પંચના કામો તથા 15 માં નાણાં પંચના કામો, આત્મનિર્ભર યોજના, ખેતીવાડી વિભાગનેલગતી યોજનાઓ, સિંચાઈ તેમજ માર્ગ–મકાન પંચાયત વિભાગના કામો, પશુપાલન વિભાગનીતમામ યોજનાઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની પીએમએવાય, નરેગા વિગેરે યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. #Dahod

#Dahod - 'પંચાયત આપને દ્વાર' અભિયાન : છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો પ્રયાસ

સબંધિત વિભાગ ને લગતા ગામ લોકોનાપ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ હતો. ખેતીવાડી વિભાગદ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ રાખેલ હતો, તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોઈ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર, બાળ વિભાગ હસ્તકની આંગણવાડી તથા નંદઘરનીમુલાકાત લીધેલ હતી. આ જગ્યાઓએ જણાવેલ ક્ષતિ બાબતે સબંધિત સ્ટાફ સામે તાત્કાલીકપગલા લેવા જણાવતા હાજર રહેલ કર્મચારી તથા અધિકારીઓમાં સોપો પડી ગયેલ હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા 14 માં નાણાપંચના થયેલ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીહસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મનરેગા યોજનાના કામોની પણ સ્થળ ચકાસણી કરી હતી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.

More #Young #IAS #officer #rachit raj #started #innovative #approach #to provide #govt #services #nearest-place #Dahod #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud