અમિત ભટનાગર અને સુમિત ભટનાગર દ્વારા 2,654 કરોડનું અનેક બેંકોનું મળીને લોન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું
શહેર - રાજ્યના વગદાર લોકો સાથે એક સમયે અત્યંત નિકટતાના સંબંધ ધરાવતા ભટનાગર બંધુઓ બેંકલોન કૌભાંડમાં સંડોવાયા પછી સલવાયા
તાજેતરમાં ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ - 2 દ્વારા ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. vs બેન્ક ઓફ ઇન્ડિયાના મામલે નોટિસ ઈશ્યુ કરવામાં આવી
અનેક બેંકો સાથે લોન કૌભાંડ આચરનાર ફુલેકબાજ ભટનાગર બંધુઓને લોન પર વ્યાજ સાથે રૂ. 1 75 લાખ ભરવા જણાવાયું
[caption id="attachment_1278947" align="aligncenter" width="1280"] Amit Bhatnagar & Sumit Bhatanagar, Demand Notice[/caption]
પાર્થ પંડ્યા (WatchGujarat). વડોદરાની એક સમયની બહુ ચર્ચિત ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. કંપનીના અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું હજારો કરોડો રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. સમગ્ર ઘટના સપાટી પર આવતા કંપની સાથે ફડચાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે મામલે તાજેતરમાં અમદાવાદની ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ - 2 દ્વારા ફુલેકાબાજ ભટનાગર બંધુઓને બેંક ઓફ ઇન્ડિયાના બાકી નીકળતા રૂ. 909 કરોડ ભરપાઈ કરવા માટે જાહેર નોટિસ ઈશ્યુ કરી 15 દિવસમાં નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું.
વડોદરાના એક સમયે પેજ 3 સોસાયટીમાં અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું નામ ભારે ચર્ચામાં રહેતું હતું. શહેરમાં વિદેશી કલાકારોના ભવ્ય કોન્સર્ટ થી લઈને ગરબાના આયોજન સુધીમાં ભટનાગર બંધુઓની મહત્વની ભૂમિકા રહેતી હતી. જો કે આ ઝાકઝમાળ ભર્યું ભટનાગર બંધુઓનું જીવન લાબું ટકી શક્યું ન હતું. અને ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. ના અમિત અને સુમિત ભટનાગરનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. અને ત્યારબાદ ભટનાગર બંધુઓની પડતી શરૂ થઈ હતી.
ભટનાગર બંધુઓના કૌભાંડની તપાસ માં અનેક બેંકો સાથે મળીને આશરે રૂ. 2,654 કરોડનો ચુનો ચોપડ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદથી લઈને કંપની સામે ફડચાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. હાલ સરકારી ટેક્સ વિભાગોથી લઈને બેંકો સુધીના બાકી નીકળતા નાણાં વસુલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તાજેતરમાં ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ - 2 દ્વારા ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. vs બેન્ક ઓફ ઇન્ડિયાના મામલે ડિમાન્ડ નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. નોટિસમાં અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર અને સુરેશ એન. ભટનાગરનો ઉલ્લેખ છે. તમામને બેંક ઓફ ઇન્ડિયાના બાકી નીકળતા રૂ. 909 કરોડ 69 લાખ 15 દિવસમાં ભરપાઈ કરવા માટે જણાવાયું છે. એટલું જ નહીં 23/ 12/ 2019 થી 24/ 12/ 2019 સુધીનું વ્યાજ તથા રૂ. 1.75 લાખ પણ ચૂકવવા જણાવાયું છે. જો નિયત સમય મર્યાદામાં નાણાં ભરપાઈ કરવામાં નહિ આવે તો વધુ કાર્યવાહી હાથ ધરાશે.
કોની સામે ડિમાન્ડ નોટિસ ઈશ્યુ કરાઈ
- અમિત સુરેશ ભટનાગર
- સુમિત સુરેશ ભટનાગર
- સુરેશ એન. ભટનાગર
(ઉપરોક્ત ત્રણે રહે - 6 ગ્રીન પાર્ક, નિઝમપુરા - વડોદરા)
- મેસર્સ ડાયમંડ પ્રોજેકટ લી. - BIDC ગોરવા - વડોદરા
- મેસર્સ માધુરી ફિનસર્વ પ્રા. લી. - રજીસ્ટર્ડ ઓફિસ : શનશાઇન એપાર્ટમેન્ટ, અલકાપુરી - વડોદરા