• વડોદરાના બેંક લોન કૌભાંડી અમિત – સુમિત ભટનાગરની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે
  • તાજેતરમાં CBI ના ઓફિસર્સ દ્વારા ભટનાગર બંધુઓ સાથે સંકળાયેલી મેફેર લિઝર્સ પ્રા. લી ના લોન કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
  • આગામી દિવસોમાં કંપની સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ ની પૂછપરછ થઈ શકે છે

WatchGujarat. વડોદરામાં એક સમયે બિઝનેસ વર્તુળોમાં ખાસા ચર્ચામાં રહેતા ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું રૂ. 2,654 કરોડનું બેંકલોન કૌભાંડ સામે આવ્યું હતું. હાલની સ્થિતીએ કંપની સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવે ભટનાગર બંધુઓ સાથે સંકળાયેલી મેફેર લીઝર્સ પ્રા. લી. સામે બેંક ઓફ ઇન્ડિયાની કરોડો રૂપિયાની બાકી લોન મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન – CBI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે CBI ના ઓફિસર્સ દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓને નિવેદન લેવામાં આવ્યા હતા.

એક સમયે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. ની અનેક પેટા કંપનીઓ કાર્યરત હતી. તેમાંથી એક કંપની મેફેર લીઝર્સ પ્રાઇવેટ લીમીટેડ હતી. કંપની દ્વારા લક્ઝુરીયસ સેગમેન્ટમાં હોટલ શરૂ કરવાનો પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મેફેર લીઝર્લ પ્રા. લી. દ્વારા પ્રથમ દેશની જાણીતી હોટલ ચેઇન સાથે જોડાઇને લક્ઝુરીયસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મેફેર લીઝર્સ પ્રા. લી.ના સંચાલકો દ્વારા પ્રોજેક્ટ માટે બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. 64 કરોડની લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ દેશની જાણીતી હોટલ ચેઇન સાથેનો પ્રોજેક્ટ પડતો મુકીને મેફેર લીઝર્સ પ્રા. લી.ના સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ હોટલ મેરીયોટ સાથે મળીને લક્ઝુરીયસ સેગમેન્ટમાં હોટલનો પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન મુખ્ય કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.નું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું.

સમગ્ર મામલે ચાલતી તપાસ અંગે મળતી આધારભુત માહિતી પ્રમાણે, મેફેર લીઝર્સ પ્રા. લી. મામલે હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન – CBI દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગત અઠવાડીયે સીબીઆઇના ઓફિર્સે મેફેર લીઝર્સ પ્રા. લી. દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની તપાસ અંગે ડાયરેક્ટર સુમિત ભટનાગર સહિત અન્ય સંકળાયેલી મહત્વની વ્યક્તિઓના નિવેદન લીધા હતા.

મેફેર લીઝર્સ પ્રા. લી. સાથે કોણ કોણ સંકળાયેલું હતું.

મેફેર લીઝર્સ પ્રા. લી. સાથે એક સમયે સુમિત ભટનાગર, સંગ્રામ બારોટ, નમોનારાયણ ભટનાગર, માધુરીલતા સુરેશ ભટનાગર, સુમિત ભટનાગરના પત્ની તથા રાજેશ નિમકર સહિતના લોકો સંકળાયેલા હતા. રાજેશને કન્સ્ટ્રક્શનનો અનુભવ હોવાને કારણે તેને પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો હતો. અને તેને ઇક્વીટી આપવાનું જે તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, રાજેશે સમયજતાં કંપનીમાંથી રીઝાઇન કરીને છેડો ફાડી દીધો હતો.

આગામી સમયમાં શું કાર્યવાહી થઇ શકે છે

આધારભુત સુત્રના જણાવ્યા પ્રમાણે, મેફેર લીઝર્સ પ્રા. લી. કંપની સાથે અગાઉ સંકળાયેલા પ્રોફેશનલ્સ, વેલ્યુઅર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી સહિતના લોકોની પણ બેંક લોન કૌભાંડ મામલે પુછપરછ થઇ શકે છે. તથા કંપનીના જુના રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી શકે છે. જો કે, સમગ્ર મામલે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud