કંપનીમાં ઉત્પાદનની પ્રક્રિયા વેળા અચાનક લાગેલી આગથી અફરાતફરી નો માહોલ
DPMC ના 3 ફાયર ટેન્ડરોએ દોઢ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો
[caption id="attachment_1413283" align="aligncenter" width="1600"] Ankleshwar Shyam Enterprise Caught in Fire[/caption]
WatchGujarat. અંકલેશ્વર GIDC માં આવેલી શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં વિજયા દશમીએ જ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગના પગલે 3 કામદાર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર વેળા એક કામદારનું મોત થયું હતું.
[caption id="attachment_1413288" align="aligncenter" width="1440"] Ankleshwar Shyam Enterprise Caught in Fire[/caption]
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર GIDC માં આગ લાગવાના સતત બનાવો બનતા રહે છે ત્યારે શુક્રવારે વિજયા દશમીના દિવસે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં આજરોજ ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક જ આગ ફાટી નીકળી હતી.
[caption id="attachment_1413286" align="aligncenter" width="1440"] Ankleshwar Shyam Enterprise Caught in Fire[/caption]
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. આગમાં નજીકમાં કામ કરી રહેલા 3 કામદાર દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાની જાણ કરાતા જ અંકલેશ્વર DPMC ના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
[caption id="attachment_1413287" align="aligncenter" width="1440"] Ankleshwar Shyam Enterprise Caught in Fire[/caption]
ત્રણ જેટલા ફાયર ટેન્ડરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની હોનારતમાં 55 વર્ષીય મોહમદ સર્વર સાદિક હાલ રહે. શ્રીરામ એન્જીનયરિંગ, અંકલેશ્વર મૂળ રહે ઉત્તરપ્રદેશનું મૃત્યુ થયું હતું. જ્યારે 25 વર્ષીય UP ના જ શાહિદ અલી સૈયદઅલી સહિત ગંભીર રીતે દાઝેલા બે કામદારો હાલ સારવાર હેઠળ છે.