• ભરૂચમાં દશેરાએ દેવું ઉતારવા લોકો દ્વારા અનોખી પૂજા, લાગી કતારો
  • સિંઘવાઇ મંદિરે સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા
  • સિંધવાઈ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે માન્યતા
  • ઋણમુક્ત થવા વિજયાદશમીએ દૂર દૂરથી લોકો દોડી આવી સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને દેવમુક્તિની કરે છે કામના
Bharuch Dussehra Celebration Tradition
Bharuch Dussehra Celebration Tradition

WatchGujarat. કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરે છે.

દશેરા વિજયાદશમીના પર્વએ ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. શહેરમાં સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે સેંકડો લોકો નશીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.

Bharuch Dussehra Celebration Tradition
Bharuch Dussehra Celebration Tradition

બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે હજારો-લાખો લોકોની નોકરી છીનવાઈ જવા સાથે વેપાર- ધંધા પણ ઠપ થઈ ગયા હતા. કારમી મોંઘવારીમાં માત્ર કરકસરનો કિમિયો કારગર નહિ નિવડતા હવે નસીબ અજમાવવા આમઆદમી અવનવા નુસખા અને માન્યતાઓનાં જોરે ભગવાનનાં દ્રાર ખખડાવી રહ્યો છે.

દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે.

Bharuch Dussehra Celebration Tradition
Bharuch Dussehra Celebration Tradition

સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે. વિજયાદશમી અને અગિયારસે પણ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટવાનાં શરૂ થઇ ગયાં છે. સમી સાંજે આ માન્યતા મુજબ સમી વૃક્ષની છાલ ઉખાડી આસ્તરી ના પાન માતાને અર્પણ કરવા સિંધવાઈ મંદિરે કતારો લાગી ગઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud