• જાહેરનામાના અમલીકરણ મામલે નાયબ મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન
  • રાજ્યમાં રવિવારે પણ ચાલુ રહેશે વેક્સીનેશન સેન્ટર
  • બીજા રાજ્યોમાં પેટ્રોલો અને ડીઝલ ઉપરના વેટના ટેક્સનો દર વધુ – નિતીન પટેલ, નાયબ મુખ્યમંત્રી

Watchgujarat. ગુજરાત સરકારે 1 ઓગષ્ટથી કર્મચારીનોના  કોરોના વેક્સિનેશન  વિના ઉદ્યોગ ધંધા શરૂ નહિ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રવિવારે વેપારીઓ અને ધંધાર્થીઓ માટે વેકસીનેશન ચાલુ રાખવામાં આવશે. રવિવારે ચાલુ કરવામાં આવનાર વેક્સીનેશન વેપારીઓ તથા ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જ વેક્સિનેશન રવિવારે થશે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ ઉપરના ભાવ વધારા અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, વેટનો ટેક્સ લેવામાં આવે છે. તે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઓછામાં ઓછો છે. બીજા રાજ્યોમાં પેટ્રોલો અને ડીઝલ ઉપરના વેટના ટેક્સનો દર વધુ છે. તેમાં કોંગ્રેસ અને અન્ય પક્ષની સરકાર પણ આવી ગઈ. અન્ય રાજ્ય જ્યારે વિચારણા કરશે તો ગુજરાત પણ વિચારણા કરશે. વાહનધારકોને જણાવવુ છે કે વેટનો ટેક્સ છે તે ભારતમા સૌથી ઓછો ગુજરાતમાં છે.

કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સફળ થયુ છે. ત્રીજા વેવની ચેતવણી સામે આપણે જાગૃત છીએ. જો ત્રીજો વેવ આવે અને કેસ વધે તો તે દર્દીઓની સારવાર માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે તૈયારી કરી લેવાઈ છે. કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કેસ આવી રહ્યાં છે. પણ ભૂતકાળ કરતા વધુ અને હાલમાં આવતા કેસમાં વધુ છે. આ માટે સરકાર ચિંતીત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોની બીજી લહેર કાબુમાં આવ્યા બાદ રાજ્ય સરકારે તબક્કાવાર રીતે વેપાર ધંધા પર લાગુ કરવામાં આવેલા આંશિક લોકડાઉનની નિયમો હટાવી લેવામાં આવ્યા છે. પુન અગાઉની જેમ ધંધો રોજગાર ધમધમતા કરવા માટે વેક્સીન લેવા માટે વેપારીઓ માટેની આખરી તારીખ 31 જુલાઇ નક્કી કરવામાં આવી છે. જેને લઇને આગામી સમયમાં સમસ્યા સર્જાઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud