• ગોરા નર્મદા (Gora Narmada) ઘાટે મહાઆરતીનું બુકીંગ (Maha Arti Online Booking) પણ SOU ની વેબસાઈટ ઉપર મુકાયું
  • શુલપાણેશ્વર મંદિરે ધ્વજારોહણના પણ ₹2500 નો ભક્તોને આપવો પડશે ભોગ

WatchGujarat. વારાણસી કાશી અને હરિદ્વારની ગંગા આરતી કરતા પણ SOU એકતાનગરમાં ગોરા ઘાટ ખાતે નર્મદા મૈયાની મહાઆરતીનો રેટ 10 ગણો વધુ રખાયો છે. ગંગા આરતી માટે સ્વૈચ્છીક ચાર્જ લેવાઈ છે જ્યારે નર્મદા મહાઆરતી માટે યજમાન દીઠ ₹2500 ભાવ નિયત કરાયા છે.

SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર ટ્રસ્ટે ગોરા ઘાટ ખાતે થઈ રહેલી નર્મદા મહા આરતી માટે ભક્તો અને પ્રવાસીઓ યજમાન બનશે એવો નિર્ણય કરી એક આરતીના યજમાન પદના ₹2500 ચાર્જ નક્કી કર્યા છે. જેની સાથે મંદિર ઉપર ધ્વજારોહણના પણ 2500 રૂપિયા નક્કી કરી વેબસાઈટ ઉપર ઓનલાઈન મૂકી બુકીંગ શરૂ કરાયું છે.

આવનાર દિવસોમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક , નર્મદાભિષેક , પૂજા  સહિતનો ચાર્જ પણ નક્કી કરી વેબસાઈટ પર મુકવામાં આવશે. આ નિર્ણયને લઈ સાધુ-સંતો અને ધાર્મિક સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના નર્મદા જિલ્લાના મહામંત્રી સ્વામી ધર્માનંદ મહારાજ જણાવ્યું હતું કે, સરકારે ધાર્મિક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે પૂજા પાઠના રાખેલા ભાવ અતિશય વધારે છે. સ્થાનિકો માટે ખાસ વિચારણા કરી મફત પજા પાઠ રાખવામાં આવે.

શૂલપાણેશ્વર મંદિરે આવતા સ્થાનિક અને આસપાસના ભક્તો જે ભાવો રખાયા છે તેને લઈ ભભૂકી ઉઠ્યા છે. મહાદેવની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આરતી અને ધ્વજારોહણના યજમાન માટેનો 2500 રૂપિયા રેટ ખરેખર ખૂબ જ ખોટું છે. લોકોની માંગ છે કે, નર્મદા આરતીના યજમાન પદનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે એ માટે રેટ 2500 થી ઘટાડી 200 થી 500 રૂપિયા કરાય.

સામાન્ય રીતે અન્ય ધાર્મિક સ્થળો પર આટલા બધા રેટ હોતા નથી. કાશી અને હરિદ્વારમાં ગંગા આરતીના યજમાન પદનો રેટ 250 થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી આપવા હોય તો સ્વેચ્છાએ આપવાના હોય છે. ત્યારે કાશી અને હરિદ્વારની ગંગા આરતી કરતા નર્મદા આરતીના યજમાન પદનો આટલો બધો રેટ કેમ એ પ્રશ્ન ભાવિક ભક્તો અને શ્રધ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યો છે.

શુલપણેશ્વર મંદિરના પૂજારીનો પણ પૂજા-ભક્તિના અધધ ભાવ સામે વિરોધ

શુલપાણેશ્વર મંદિરના પુજારીએ પણ નર્મદા આરતીના રેટનો વિરોધ નોંધાવ્યો છે. શુલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે નર્મદા આરતી અને ધ્વજારોહણના યજમાન પદનો રેટ 2500 નક્કી કર્યા છે , જેનો મંદિરના વંશ પરંપરાગત પૂજારી રવિશંકર ત્રિવેદીએ પણ વિરોધ નોંધાવ્યો છે. એમણે તંત્રને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, 2500 રૂપિયાના રેટ સાથે હું અસહમત છું. મંદિરની ધાર્મિક વિધિ શ્રધ્ધાળુઓની યથાશક્તિ મુજબ આયોજિત થાય એ હિતાવહ છે. પુનઃસ્થાપિત શુલપાણેશ્વર મંદિરની વેબસાઈટ બનાવતા પહેલા એનો ડ્રાફ્ટ બનાવી દરેક સભ્યોને વંચાવ્યા પછી વેબસાઈટ બને એ ઇચ્છનીય છે.

નર્મદા ડેમ બનતા અસલ મંદિર 1992 માં ડૂબાણમાં ગયું હતું

શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર નર્મદા ડેમના ઉપરવાસમાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મણીબેલી ગામ પાસે આવેલું હતું. આ મંદિરે ચૈત્ર મહિનામાં ભરાતા મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી આવતા હતા. નર્મદા ડેમ બનવાના કારણે 1992 માં ડુબાણમાં ગયા બાદ આ મંદિરનું શિવલિંગ ત્યાંથી ખસેડાય તેમ ન હતું. ત્યારે મંદિરના મહંત રવિશંકર મહારાજે પોતાના પિતા જે શિવલિંગની પૂજા પાઠ કરતા હતા એ શિવલિંગની સ્થાપના ગોરા નવનિર્મિત શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં કરી હતી. તેઓ વંશ પરંપરાગત રીતે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે.

Facebook Comments Box

Videos

Our Partners