મશીન અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશનના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરાયા
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતા આ પ્રકારના મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી સચોટ, ઝડપી અને સરળ બનશે – જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
ઈ.એન.ટી ટીમ તેમજ ઈ.એન.ટી. સોસાયટી રાજકોટના સભ્યોને તેમની વિશિષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અપાયા
કોબ્લેટર દ્વારા કરાતી સર્જરીમાં બ્લીડીંગ અટકાવી શકાતું હોઈ વધારે લોહી વહી જતું અટકી જવાના કારણે દર્દીના જીવના જોખમમાં ઘટાડો થશે - ડો. સેજલ મિસ્ત્રી
[caption id="attachment_1224317" align="aligncenter" width="1280"] Gujarat, Rajkot Civil ENT Department, Mucormycosis[/caption]
Watchgujarat. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના અને ત્યારબાદ મ્યુકોર માયકોસીસની લહેરમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર, સેવા સુવિધા અવિરત પુરી પાડવામાં આવી રહી છે. જેમાં હવે મ્યુકોરમાયકોસીસના દર્દીઓની નાક અને ગળાની સર્જરી સારી રીતે ઝડપી કરી શકાય તે માટે બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ ડો. વલ્લભ કથીરિયા અને કલેકટર રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું છે. જેનાથી મ્યુકારમાઇકોસીસને નાથવામાં મોટી મદદ મળી રહેશે.
આ અંગે ડો. વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે, હાલની મહામારીમાં અમેરિકા, યુ.કે. સહિતનાં અનેક દેશોમાં વસતા ગુજરાતીઓએ માદરે વતનને ઓક્સિજન કોન્સ્ટ્રેટર, ઓક્સિજન પ્લાન્ટ, અન્ય જરૂરી મેડિકલ સહાય પુરી પાડી માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે. જે અંતર્ગત સિવિલને અતિ ઉપયોગી અત્યાધુનિક સર્જરી માટેના આ મશીન અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશનના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરાયા છે. અને તેઓ સાચા અર્થમાં ગુજરાતી તરીકે ગુજરાત અને વતનને મદદરૂપ બન્યા છે.
આ પ્રંસગે કલેકટર રેમ્યા મોહને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ દ્વારા ટીમ વર્ક સાથે સતત કામગીરી કરી મહામારી સામે યોદ્ધાની માફક લડ્યા છે. આવનારા સમયમાં રાજકોટ સિવિલ દ્વારા શ્રેષ્ઠ સારવાર પુરી પડાશે. આ તકે તેમણે અમેરિકા સ્થિત સંસ્થાનો તેમજ ઈ.એન.ટી. સોસાયટીનો ખાસ આભાર માન્યો હતો. તો સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ સમગ્ર વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલના તમામ સભ્યો અને ખાનગી સંસ્થાના ડોક્ટર્સ ટીમ કે જેઓએ કોરોના તેમજ મ્યુકોરમાયકોસીસમાં સિવિલ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવાર કરી છે તે બદલ સૌનો આભાર માન્યો હતો. તેમજ જણાવ્યું હતું કે,સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતા આ પ્રકારના મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી સચોટ, ઝડપી અને સરળ બનશે.
આ મશીનના લોકાર્પણ બાદ ડો. ભરત કાકડીયા દ્વારા સર્જરી કરવામાં આવી હતી, જેનું લાઈવ નિદર્શન મોટી સ્ક્રીન પર મહાનુભાવોએ નિહાળ્યું હતું. અને સિવિલ
ઈ.એન.ટી ટીમ તેમજ ઈ.એન.ટી. સોસાયટી રાજકોટના સભ્યોને તેમની વિશિષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અપાયા હતાં. ઈ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રીએ આ તકે બંને મશીનની વિશિષ્ટતા સમજાવતા કહ્યું હતું કે, મયુકોરમાયકોસીસ, નાકમાં દૂરબીન વડે કરાતી સર્જરી, બાળકોના કાકડાની દૂરબીન વડે કરાતી સર્જરી મોટા સ્ક્રીન પર મેગ્નિફાઈ કરી ડોક્ટર્સ જોઈ શકે છે. જયારે કોબ્લેટર દ્વારા કરાતી સર્જરીમાં બ્લીડીંગ અટકાવી શકાતું હોઈ વધારે લોહી વહી જતું અટકી જવાના કારણે દર્દીના જીવના જોખમમાં ઘટાડો થશે. હાઈ રિસ્ક સર્જરી માત્ર ખાનગી હોસ્પિટલમાંજ થતી હતી, જે હવે સિવિલ હોસ્પિટલ ખાતે કરી શકાશે.