• મોટી સંખ્યામા લોકો એકત્રિત થવાથી કોરોના સંક્ર્મણ વધવાની શક્યતા
  • હોળીનો તહેવાર મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી ધાર્મિક વિધિ કરી શકાશે.
  • હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ના થાય, કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન થાય તે આયોજઓકે તકેદારી રાખવી
  • ધૂળેળીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીબાદ ફરીથી કોરોના બેકાબુ બન્યો છે. રાજ્યમાં હાલ રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. ગત રોજ પણ રાજ્યમાં વિક્રમી 1700થી વધુ કેસો નોંધાયા હતા. તેવામાં આગામી તહેવાર હોળી અને ધુળેટીને લઈને રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો હોળી પ્રગટાવી શકશે. હોળીમાં પ્રદક્ષિણા અને ધાર્મિક વિધિ કરી શકશે. ધુળેટીની જાહેર ઉજવણી, કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. હોળી – ધુળેટીને લઈને ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અને તેને લઈને રાજ્યના તમામ કલેકટર, પોલીસ વડાઓને સૂચના અપાઇ છે.

રાજ્યમાં હાલમાં યોજાયેલી મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ બેફામ બની મોટી સંખ્યામાં એકત્ર થઇ સરકારની ગાઇડલાઇના ધજાગરા ઉડાવ્યાં હતા. જાણે કોરોનાની મહામારીથી મુક્તિ મળી ગઇ હોય તે રીતે પોતાના રાજકીયા રોટલા સેકવા માટે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનુ નિરમાણ થયુ હતુ. અને ફરી એક વખત પ્રજાને એક વર્ષ જૂની ભીતિમાં ઘકેલી દેવામાં આવી છે.


રાજ્યમાં ફરી વર્ષ 2020નુ પુનરાવર્તન થયું છે. જેમાં 1700થી વધુ દૈનિક કેસો સામે આવી રહ્યાં છે. સરકારે પોતાની ચૂંટણીઓથી તો લોકોને હેરાન કર્યા પણ હવે તેના પરિણામે ફરી એક વાર આમ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ફરી કોરોના કેસમાં વધારો થતા રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ફરી તહેવારોની ઉજવણી ઉપર બ્રેક લગાવવામાં આવી છે.

ત્યારે હોળી ધુળેટીના તહેવારની ઉજવણી સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં દર્શવ્યું છે કે, સામાન્ય સંજોગોમાં હોળી ધુળેટીની ઉજવણી માટે લોકો સોસાયટી,શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામા લોકો એકત્રિત થવાથી કોરોના સંક્ર્મણ વધવાની શક્યતા છે. જેથી રાજ્યમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ હોળીનો તહેવાર મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી ધાર્મિક વિધિ કરી શકાશે.

હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ના થાય તેમજ કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન થાય તે અંગે આયોજઓકે તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત ધૂળેળીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના પક્ષની સરકાર બનાવવા માટે રાજકીય પક્ષોએ જાહેરમાં ભીડ પણ એકત્રિત કરી હતી અને સરકારની ગાઈડલાઇનના ધજાગરા પણ ઉડાવ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud