• ભરૂચ-નર્મદા જિલ્લાના 850 મેડિકલ સ્ટોર પર ડાયક્લોફેનીક ટેબ્લેટ કે ઇંજેક્શન આપવા પર પ્રતિબંધ
  • પેઈન કિલર ડાયક્લોફેનીક લેવા આવનાર પાસે ડોક્ટરનું પ્રિપકીપશન હોય તો જ આપવા BCDA ના પ્રમુખ ભરત શાહે મેડિકલ સંચાલકોને એલર્ટ કર્યા
  • મદુરાઈમાં ચોંકાવનારો કિસ્સો : ડો. પતિએ MD એનેસસ્થેસિયાનો અભ્યાસ કરતી ડો. પત્નીને ડાયક્લોફેનીક ઇન્જેક્શન પોતાના હાથે જ આપ્યા બાદ નિધન
  • ડો. હરિ હીરાનીએ કોરોના રસીનો ડોઝ લીધા બાદ પેઈનથી રાહત મેળવવા લીધેલા ઇંજેક્શનથી તીવ્ર આઘાતમાં સરી, મદુરાઈ હોસ્પિટલના ICU માં ગયો જીવ
  • ડાયક્લોફેનીક રસી લીધેલ હોય એવા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે

WatchGujarat કોરોના વેકસીન લીધા બાદ તાવ અને દુઃખાવો સામાન્ય છે, જોકે તમે દુખાવો દૂર કરવા ડોક્ટરને પૂછ્યા વિના ભૂલથી પણ પેઈન કિલર લીધી તો તમારા માટે મોતનું કારણ બની શકે છે. મદુરાઈમાં ડો. પત્નીને તબીબ પતિએ જ ડાયક્લોફેનીક પેઈન કિલરનું ઇન્જેક્શન આપ્યા બાદ મૃત્યુ થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના 850 મેડિકલ સ્ટોર પર રસી લેનારને પેઈન કિલર આપવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાના કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિયેશનના પ્રમુખ ભરત શાહે બન્ને જિલ્લાની તમામ દવાની દુકાનના સંચાલકોને કોરોનાની રસી લેનાર વ્યક્તિને ડાયક્લોફેનીક પેઈન કિલર ડોકટરના પ્રિસ્કીપશન વિના નહિ આપવા સ્પષ્ટ તાકીદ કરી છે.

હાલ કોરોના માટે રસીકરણ થઇ રહ્યું છે અને આ રસીથી ઘણા લોકોને ફીવર અને બોડી પેઈન થાય છે. તો એવા કોઈ લોકો જેમણે રસીકરણ કરાવેલ હોય તેવા દર્દીઓ સીધા મેડિકલ સ્ટોર પર ડાયક્લોફેનીક લેવા આવે અથવા બીજા મારફતે મંગાવે તો ડાયક્લોફેનીક ટેબ્લેટ કે ઇન્જેક્શન આપવા નહિ અને ડોક્ટરને કન્સલ્ટ કરવા જણાવવું તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે.

સાથે જ સ્ટાફ ને પણ યોગ્ય સૂચના આપવી કે પ્રિસ્કીપશન વિના ડાયક્લોફેનીક ટેબ્લેટ કે ઇન્જેક્શન આપવા નહિ. કારણ કે ડાયક્લોફેનીક રસી લીધેલ હોય એવા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેની મહત્તમ આડઅસરો સામે આવી છે. આ બાબતે પૂરતું ધ્યાન રાખવું અને આપની કેમિસ્ટ શોપ પર આવનાર ગ્રાહકોને આ બાબતે માહિતગાર કરી સાવધાની રાખવા જણાવવું તેમ બન્ને જિલ્લાના મેડિકલ સ્ટોર ધારકોને તાકીડના મેસેજો એસોસિયેશન તરફથી પાઠવી દેવાયા છે.

મદુરાઈના કિસ્સા પર એક નજર કરીએ તો ડો.હરી હરિની એમ.ડી.નું અવસાન થયું કારણ કે તેમને કોવિડ રસીકરણ પછી તેના તબીબ પતિ દ્વારા ડિક્લોફેનાકનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેથી પેઇન કિલર્સ કોવિડ રસીકરણ પછી ન લેવી જોઈએ.

રસીકરણ બાદ તેના પતિ દ્વારા ઘરે તેને ડિક્લોફેનેક આપવામાં આવી હતી. જે બાદ પેઈન કિલરની આડઅસરથી તે તીવ્ર આઘાતમાં સરી પડતા મદુરાઇની મીનાક્ષી મિશન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં મદુરાઇ મેડિકલ કોલેજમાં MD એનેસ્થેસિયા કરતી ડો. હરિ હરની એ ICU માં પોતાનો જીવ ગુમાવી દીધો હતો

કોઈપણ પ્રકારની પેઇનકિલર, ખાસ કરીને ડિકલોફેનાક સોડિયમ ટેબ્લેટ અથવા ઇન્જેક્ટેબલ સ્વરૂપમાં, રસી લીધા પછી ન લેવા સલાહભર્યું છે. તાવ, શરીરમાં દુખાવો અથવા દુર્બળતા સામાન્ય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud