• બે દિવસના રિમાન્ડ દરમિયાન પાંચ વર્ષીય પુત્ર તેના પિતા સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો.
  • બાળકને પોલીસ સ્ટેશનનો અહેસાસ ન થાય માટે પોલીસે રમકડાઓથી આખો રૂમ ભરી દીધો હતો.
  • અમિતા જોષી આપઘાત કેસમાં પતિ વૈભવના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો.
  •  કોર્ટમાં પણ બાળકનુ એક જ રટણ પપ્પા ઘરે ચાલો
  • કોર્ટે બાળકને સમજાવવા માટે તેના નાનાને 10 મીનિટનો સમય આપ્યો પણ ન મનાવી શક્યા
  • આખરે કોર્ટે બાળકને પિતા સાથે જેલમાં રહેવાની મંજૂરી આપી


WatchGujarat આ પ્રકારની ઘટનાઓ જવલ્લે બનતી હોય છે. માતા કોઇ ગુનો કરે ત્યારે બાળકે પણ તેની સજા ભોગવી પડતી હોય છે અને જ્યારે પિતા ગુનો કરે ત્યારે પણ બાળક સજા ભોગવે છે. પરંતુ PSI અમિતા જોષી આપઘાત મામલો કંઇક જુદો છે. જેમાં માતાએ આપઘાત કરતા પાંચ વર્ષના બાળકે તેની છત્રછાયા ગુમાવી દીધી હતી. પિતા સામે પોલીસ કાર્યવાહી થતાં હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. પુત્ર તેના પિતા સિવાય કોઇની સાથે રહીં શકતો નથી, તેવામાં પિતાની સાથે હવે પાંચ વર્ષનુ બાળક પણ જેલમાં રહેશે.

પરસ્ત્રીને કારણે માતા – પિતાના દામ્પત્યજીવનમાં આવેલાં ઝંઝાવાતથી સાવ અજાણ પાંચ વર્ષનો માસૂમ બાળક હાલ કદાચ આ માતા – પિતાનાં સંતાન તરીકે જન્મ લેવાની “સજા” ભોગવી રહ્યો છે. સંતાન પેદા કર્યા બાદ તેનાં જીવન કે માનસિક સ્થિતિનો વિચાર કર્યા વિના માતા – પિતા પોતાની મનમરજીથી જીવન જીવતાં હોય છે. અને ક્યારેક આવેશ કે ગુસ્સામાં માતા કે પિતા દ્વારા અઘટીત પગલું ભરી લેવામાં આવે છે. ત્યારે સમગ્ર ઘટનામાં સૌથી વધુ પિસાવાનું સંતાનને જ આવતું હોય છે.

સુરત ઉધના પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અમિતા જોષીએ પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગત તા. 5 ડીસેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો. આ મામલે અમિતા જોષીના પિતાએ પતિ વૈભવ સહીત સાસુ-સસરા અને બે નણંદ સામે ફરીયાદ નોંધાવી હતી. જેના પરિણામે પોલીસે તમામની ધરપકડ કરી હતી. જ્યારે વૈભવના તા. 25 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તેની પુછતાછ હાથ ધરી હતી. માતાના છત્રછાયા ગુમાવનાર પાંચ વર્ષીય પુત્ર તેના પિતા સિવાય કોઇની સાથે રહેવા માટે તૈયાર નથી. જેથી કોર્ટના હુકમથી બાળકને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો.

વૈભવના આજે રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટમાં પણ પાંચ વર્ષીય બાળક તેના પિતા સાથે જ જોવા મળ્યો હતો. એક તબક્કે કોર્ટમાં બાળક રડી પડ્યો અને પપ્પા ઘરે ચાલો એક જ રટણ કરી રહ્યો હતો. બાળકને સમજાવવા માટે કોર્ટે તેના નાનાને 10 મીનિટનો સમય ફાળવ્યો હતો. પરંતુ બાળક માન્યો ન હતો. દરમિયાન કોર્ટે વૈભવને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આ સમયે પણ સૌથી મોટો પ્રશ્ન એજ હતો કે બાળકનુ શું ?

ત્યારે કોર્ટે પાચ વર્ષીય બાળકને પિતા સાથે જેલમાં રહેવાની મંજૂર આપી છે. તથા જેલમાં બાળકની તમામ જરૂરીયાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવે તેવો હુકમ કોર્ટે કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આજ પ્રકારનો બનાવ થોડા સમય પહેલા બાવનગર જિલ્લામાં બન્યો હતો. જેમાં એક સ્ત્રીએ ઘરકંકાસના કારણે આપઘાત કરી લેતા પતિ સહીત સાસરીયાઓ સામે અપમૃત્યુનો ગુનો નોંધાયો હતો. જોકે આ ગુનો બીન જામીન પાત્ર હોવાતી તમામને જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. આ સમયે પહેલા નિરાધાર બેનલા દોઢ વર્ષના પુત્ર અને ત્રણ માસની બાળકી પિતા સાથે જેલમાં રહેવાની કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, જ્યારે માતા કે પિતા દ્વારા કોઇ ગુનો આચરવામાં આવે અને જો બાળક નિરાધર થાય તે સમયે જેલ મેન્યુલ મૂજબ 10 વર્ષ સુધી બાળકને જેલમાં માતા અથવા પિતા સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud