• કોવિડ સુવિધા ઉપર વીજ વિક્ષેપ ન પડે તેના પર વિશેષ ભાર, જિલ્લાની 50 COVID-19 હોસ્પિટલને DG સેટ અને જનરેટરનું બેકઅપ સાથે DGVCL ના 300 વીજ કર્મીઓ તૈનાત
  • ગામડાઓમાં ઓવરહેડ વીજતારોને લઈ 30 થી 40 KM ની ઝડપે પવન ફૂંકાઈ તો વીજતારો અને થાંભલાઓને નુકશાનથી વીજળી વેરણ બની શકે
  • વાવાઝોડા અને વરસાદની શકયતા વચ્ચે રિસ્ટોરેશન માટે વિશેષ 19 વીજ ટીમ સ્ટેન્ડ બાય
  • ભરૂચ સર્કલમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના વીજ સ્ટાફને પણ ભરૂચ કાંઠાના તાલુકામાં O&M (ઓપરેશન & મેઇન્ટેનશ ) માટે મુકાયો

WatchGujarat. તૌકતે વાવાઝોડાને લઈ ઉભી થનારી સંભવિત તોફાની પવનો અને વરસાદની  સ્થિતિમાં સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે.

ઔદ્યોગિક ગઢ અને 122 KM નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે 2 મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજન નું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બન્ને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે. સાથે જ જિલ્લાની 50 COVID-19 હોસ્પિટલ સહિત કેર સેન્ટરો માં પણ સતત વીજ પુરવઠો મળી રહે કે વાવાઝોડા અને વરસાદની સ્થિતિમાં વીજળી ડુલ થાય તો પાવર બેકઅપ ખૂબ જરૂરી છે.

કોરોના વચ્ચે વાવાઝોડા, વરસાદ સહિતની તમામ પરિસ્થિતિને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિશેષ આયોજન કરી O&M, રિસ્ટોરેશન સહિતની 19 ટીમોને તહેનાત કરી દેવાઈ છે. ભરૂચ DGVCL ના સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર SE જે.એસ.કેદારીયા એ Watch Gujarat ને જણાવ્યું હતું કે, 300 વીજ સ્ટાફની ટીમ રિસ્ટોરેશન માટે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના કાંઠાના ગામોમાં તહેનાત છે.

અન્ય તાલુકા અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર નગર માટે પણ અન્ય વીજ સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. આપણા ભરૂચમાં OXYGEN નું મેજર ઉત્પાદન કરતી દહેજ અને ઝઘડિયાની O2 જનરેટ કરતી કંપનીઓમાં પ્રાણવાયુનું પ્રોડક્શન વીજ વિક્ષેપના લીધે ઠપ ન થાય તે માટે થ્રિ લેયર સપ્લાય વ્યવસ્થા છે, જે સંભવત વીજ વિક્ષેપમાં બેકઅપ તરીકે કામ કરી શકે.

DGVCL પાસે કોઇ લાઈન, ટ્રાન્સફોર્મર, ફીડર કે સબસ્ટેશન ઉપર ફોલ્ટ સર્જાય અને વીજ પૂરવઠો ખોરવાઈ તો બીજા પરથી પાવર સપ્લાય તાત્કાલિક મેળવી વીજળી પૂર્વવત કરવાની પેહલાથી જ વ્યવસ્થા છે. SE કેદારીયા એ વધુમાં કહ્યું હતું કે, જિલ્લાની 50 જેટલી COVID- 19 હોસ્પિટલો પૈકી 47 માં વાવાઝોડાથી વીજળી ડુલ થાય તો બેકઅપ માટે DG  સેટ અને 3 હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા છે.

સંભવત અસરગ્રસ્ત થનારા 3 તાલુકા સાથે કોવિડ સુવિધા આપતી હોસ્પિટલ અને કોરોના કેર સેન્ટર મળી ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીઓ બાદ બીજી મહત્વની પ્રાથમિકતા સમગ્ર DGVCL અને GETCO ની વીજ પુરવઠો તમામ કાર્યરત રહેવા સાથે નુકસાની કે અન્ય સ્થિતિમાં રિસ્ટોરેશન અને જાનમાલ બચાવવાનો રહેલો છે. હાલ વીજ કંપનીની 19 ટીમો અને 300 વીજ કર્મચારીઓનો સ્ટાફ વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ઓપરેશન, મેઇન્ટનેશન અને રિસ્ટોરેશન માટે ગોઠવાઈ ગયેલો છે.

સૌથી મોટો વીજ કંપની માટે ઓવરહેડ વીજ લાઈનોનો પ્રશ્ન છે, જો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ તો વીજ લાઈનો અને થાંભલાઓને નુકશાની થઈ શકે છે, ત્યારે 65 થી 70 KM ની ઝડપે તૌકત વાવાઝોડાના પગલે કાંઠા વિસ્તારમાં પવન ફૂંકાવાની સંભવના મોટી સમસ્યા ઉભી કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud