પેટ્રોલપંપના માલિક હિતેશભાઇને ફોન કરી રૂ. 10 લાખની ખંડણી માગવામાં આવી હતી
છત્રપાલસિંહ વાળાએ રૂપિયા નહિં આપો તો પેટ્રલપમ્પ પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી
અમરેલી પોલીસે જુદી જુદી ટીમો બનાવી છત્રપાલસિંહને શોધી દબોચી લીધો
પેટ્રોલપમ્પ માલિકને ફોન પર ધમકી આપી ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ કરાયો હતો
Watchgujarat. અમરેલીના કુખ્યાત છત્રપાલસિંહ વાળાએ થોડા દિવસો પૂર્વે પેટ્રોલપમ્પ માલિકને ફોન કરી રૂ. 10 લાખની ખંડમી માગી હતી. ખંડણીની રકમ નહિં આપવામાં આવે તો પેટ્રોલપમ્પ પર ફાયરીંગ કરવાની ધમકી આપી ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ફોન પર પેટ્રોલપંપના માલિકને ધમકી આપતા છત્રપાલસિંહએ એમ પણ કહ્યું હતુ કે, અધિકારીઓ તો આવતા જતા રહેશે હું અહિંયાનો (અમરેલી) બાપ છું. જોકે આ મામલે પોલીસે માથાભારે છત્રપાલસિંહ સામે ગુનો નોંધી 48 કલાકમાં દબોચી લીધો છે.
અમરેલીના પેટ્રોલપંપ સંચાલક હિતેશભાઇને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ પોતાને અમરેલીનો બાપ છત્રપાલસિંહ વાળા તરીકે ઓળખાણ આપી સિક્યુરિટી પેટે રૂ. 10 લાખની ખંડણીની માગ કરી હતી. જોકે પેટ્રોલપંપ માલિક ખંડણી ખોરના તાબે ન થતાં તેણે પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, અને અમરેલીના એસ.પીને પડકાર ફેંકતી વાતો પેટ્રોલ માલિક સાથે વાત કરી હતી. જોકે આ વાતચીતનો સમગ્ર ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બનાવને પગલે અમરેલી પોલીસે ખંડણી ખોર છત્રપાલસિંહ વાળા સામે ગુનો નોંધી તેની શોધોખળ હાથ ધરી હતી. પોલીસે છત્રપાલસિંહને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી હતી. જેમાં અમરેલીની LCB ટીમે ગોંડલથી ખંડણી ખોર છત્રપાલસિંહની દબોચી લીધો હતો.
એસ.પી નિર્લિપ્ત રાય આખી જિંદગી અહિં રહેવાના નથી
પેટ્રોલપમ્પનુ સંચાલન કોણ કરે છે…. અમરેલીથી છત્રપાલસિંહ વાળા બોલુ ઓળખાણ પડી ? શાંતિથી પેટ્રોલપમ્પ ચલાવો છે કે, પછી માથાકુટ કરવી છે. એમ.પી નિર્લિપ્ત સાહેબ આખી જિંદગી અહિં રહેવાના છે ? સિક્યુરિટી જોઇતી હોય તો પૈસા આપવા પડશે, રૂ. 10 લાખ જોઇએ છે મારે સિક્યુરિટી પોલીસ આપશે ? અમરેલીનો બાપ બોલુ છત્રપાલ, રૂપિયા આપવાના છે… બે દિવસમાં છુટી જિશ મોટુ મર્ડર તો કર્યું નથી, 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છુટી જઇશ, છોકરાઓની સિક્યુરિટી જોઇએ છે… આવા એસ.પીની અંદર કોઇ ફોન કરતો હોય તે બાપ જ હોય… એસ.પીને કહેજે આખી જિંદગી તારૂ ધ્યાન રાખે… પેટ્રોલપમ્પથી નિકળતા હવે ધ્યાન રાખજે…