કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ હવે શહેરમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું હોવાનું જોવા મળી રહ્યું છે
છાણી વિસ્તારમાં રૂ. 500 ની નકલી નોટ વટાવીને સિગરેટનું પેકેટ ખરીદતો યુવક સ્થાનિકની સતર્કતાને કારણે ઝડપાયો
કારમાંથી બીજા કોઇ મોટા ભાઇ આવ્યા અને કહ્યું કે હું પ્રેસમાં છું અને મારી પર ચઢી બેઠા. એક દમ જોર જોરથી બોલવા માંડ્યા – મધુબેન દિલીપભાઇ ગુપ્તા, પ્રોવિઝન સ્ટોર સંચાલિકા
[caption id="attachment_1224153" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara Rs. 500 Fake Currency Given To Shopkeeper[/caption]
Watchgujarat. કોરોના મહામારી કાબુમાં આવતા જ અવનવા પ્રકારે લોકો ગુનો આચરી રહ્યા છે. વડોદરામાં સોમવારે છાણી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતી મહિલાને ત્યાંથી રૂ. 500 ની નકલી નોટ વટાવીને સિગરેટનું પેકેટ ખરીદતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિકની સતર્કતાને કારણે મહિલા છેતરાતા બચી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
https://youtu.be/1h1gzW9zkHY
કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ હવે શહેરમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં સોનીની ગાડીમાંથી કરોડો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ હતી. ત્યાર બાદ હવે શહેરના છાણી વિસ્તારમાં રૂ. 500 ની નકલી નોટ વટાવીને સિગરેટનું પેકેટ ખરીદતો યુવક સ્થાનિકની સતર્કતાને કારણે ઝડપાયો હતો.
સમગ્ર મામલે સ્ટોર સંચાલિકા મહિલા મધુબેન દિલીપભાઇ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છાણી વિસ્તારમાં, જલારામ મંદિરની સામે જયરામ પ્રોવિઝન સ્ટોર ચલાવું છું. બપોરે 12 – 13 વર્ષનો છોકરો આવ્યો તેણે મને રૂ. 500 ની નકલી નોટ આપીને સિગરેટનું પેકેટ માંગ્યું. મેં તેને બાકીના પૈસા છુટ્ટા આપ્યા. પછી પાછળથી કોઇ ભાઇ આવ્યા અને તેમણે મને કહ્યું કે, આ નકલી નોટ છે, જોઇ લો. મેં નોટ જોઇતો તે નકલી હતી. પછી છોકરો રડવા માંડ્યો. પછી મેં તેને કીધું કે માસ્ક કાઢ, તને પોલીસ સ્ટેશન લઇ જઉં છું. તો તે રડવા માંડ્યો. પછી કારમાંથી બીજા કોઇ મોટા ભાઇ આવ્યા અને કહ્યું કે હું પ્રેસમાં છું અને મારી પર ચઢી બેઠા. એક દમ જોર જોરથી બોલવા માંડ્યા. પછી બધા ભેગા થયા. હું તો ગભરાઇ ગઇ. એ ભાઇની કારમાં તપાસ કરી તો રૂ. 500 ની નોટના 2 – 3 બંડલ અને છુટ્ટા રૂપિયા મળી આવ્યા હતા.
આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી દીધી હતી. આમ, નકલી નોટ પધરાવવા જતા યુવક અને પ્રેસવાળાનો પર્દાફાશ થયો હતો.
Gujarat, Vadodara Rs. 500 Fake Currency Given To Shopkeeper