હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા નિખિલ દોંગાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી.
મદદ કરનાર ત્રણ આરોપીઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે.
WatchGujarat જિલ્લામાં ગુજસીટોકનાં ગુનામાં સામેલ નામચીન નિખિલ દોંગા ગત તારીખ 28નાં રો1જ ભુજની હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. નિખિલને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. અને નિખિલ ઉત્તરાખંડનાં નૈનીતાલ ખાતેથી ઝડપાઈ ગયો છે. અને તેની મદદ કરનાર ત્રણ આરોપીઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. સાથે નિખિલનાં ભાગી છુટવામાં 4 પોલીસકર્મીની સંડોવણી સામે આવતા આ ચારેય સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત અનુસાર, નિખિલ દોંગા ભુજ પાલારા જેલમાં હતો. દરમિયાન તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી નિખિલ ભાગી છૂટ્યો હતો. તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી –કર્મચારીઓ સામેલ હતા. અને તેમણે જ ગુનાહિત કાવતરૂ રચી તેને ભગાડ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી નાસી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
https://youtu.be/C64yXkGqp5U
જેને પગલે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરવા સાથે આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીને ભગાડવામાં અન્ય પીએસઆઇ એન.કે. ભરવાડની સાથે જ એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. નિખિલ આ પીએસઆઈ અને એએસઆઈના જાપ્તામાં હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ સામેલ હતા. અને ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા. ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. નિખિલને ઝડપી લેવામાં પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટીમ ઉપરાંત, ગોંડલ રૂરલ, રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટીમોએ પણ મહત્વની કામગીરી કરી છે.