CCIના ખુલ્લા મેદાનમાં પડેલા કપાસને ઢાંકવા દોડધામ મચી ગઈ હતી
કમોસમી વરસાદને કારણે કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે
નસવાડી તાલુકામાં કુલ 31,283 હેકટર વિસ્તારમાં ખેતી કરાઈ છે
WatchGujarat રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકીની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. નસવાડીમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતાં નસવાડી CCI ના ખુલ્લા મેદાનમા પડેલા કપાસ અને કપાસિયાને ઢાંકવા માટે કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી.
ગ્લોબલ વોર્મિંગના કારણે વાતવરણમાં ઘણી વખત પલટો જોવા મળતો રહ્યો છે. જેમાં કમોસમી વરસાદ પણ જોવા મળે છે. ત્યારે આજ રોજ છોટાઉદેપુરના નસવાડીમાં કમોસમી વરસાદને કારણે કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને કારણે ખેડૂતો ચિંતિત થઇ ગયા છે. આખુ વર્ષ ખેડૂતોએ કુદરતી આફતોનો સામનો કર્યો હતો. વારંવારની નુકસાનીને લઇ ખેડૂતોને પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી પડતા પર પટુ સમાન નસવાડી તાલુકામા અચાનક માવઠું થતા કપાસની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે.
https://twitter.com/WatchGujarat/status/1362372277359140864?s=20
બીજી તરફ નસવાડી અને આસપાસના વિસ્તારમાં કેરીની ખેતી પણ થતી હોવાથી કમોસમી વરસાદના પગલે ખેડતો ચિંતિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીની સીઝન નજીક આવી રહી છે. ત્યારે કેરીને ઝાડ પરથી ઉતારવામાં આવે તે પહેલા જ કમોસમી માવઠાએ સ્થાનિક ખેડૂતોને ચિંતામાં વધારો કર્યો છે.
નસવાડી તાલુકામાં કુલ 31,283 હેકટર વિસ્તારમાં ખેતી કરાઈ છે. જે પૈકી 23,578 હેકટરમાં કપાસની ખેતી કરાઈ છે. સારા કપાસના ઉત્પાદનની આશા સેવી રહેલા ખેડૂતોને ગત વર્ષે અતિવૃષ્ટિનો માર, ત્યારબાદ માવઠાથી નુકસાનીથી જેમ તેમ ઉભો થયેલો ખેડૂતને લોકડાઉનની ફટકાર પડી હતી. હવે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.