વરાછામાં વોર્ડ નબર 15 માં આવેલી વર્ષા સોસાયટી નજીક ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
સ્થાનિક પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યા પણ હાજર રહ્યા
જાહેરમાં મહિલા કોર્પોરેટર અને પુર્વ કોર્પેરેટરોએ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા
એક તબક્કે વાતાવરણમાં ઉત્તેજના છવાઇ ગઇ
Watchgujarat. સુરતના વરાછા વિસ્તારમાં હાલના મહિલા કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે જાહેરમાં શાબ્દિક તડાફડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બંને મહિલા નગર સેવકો શબ્દોની મર્યાદા ભૂલી જાહેરમાં એક બીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
https://youtu.be/D5Nt2W-imPQ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વોર્ડ નબર 15 માં આવેલી વર્ષા સોસાયટી નજીક ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યા પણ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમ્યાન બંને મહિલાઓ જાહેરમાં શાબ્દિક પ્રહારો શરુ કર્યા હતા. બંને મહિલાઓએ એક બીજા પર શાબ્દિક પસ્તાળ પાડી હતી. એટલું જ એક મહિલા કોર્પોરેટરે બીજા મહિલા કોર્પોરેટર સામે પૈસા ખાધા હોવાનો સીધો આક્ષેપ કરી દીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તે કેવા ધંધા કર્યા છે મને બધી ખબર છે
વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યાએ પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતને તે મારી સાથે વહીવટ કરવા આવતી નહી, તું છાની માની નીકળ, તમે કેવા ધંધા કર્યા છે બધી મને ખબર છે, તું આખા ગામના પૈસા ખા.. પાંચસો..પાંચસો રૂપિયા.. જેવા શાબ્દિક પ્રહારો કર્યા હતા. બંને મહિલાઓ ભાન ભૂલીને શબ્દોની મર્યાદાને નેવે મૂકી દીધી હતી. જેને લઈને ત્યાં હાજર લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ વિડીયો વાયરલ થતા સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.