• કોરોનામુક્ત ભારત- ગુજરાત માટે રસીકરણ અભિયાનમાં સહભાગી થઇએ – લોકગાયીકા મિત્તલબેન રબારી
  • 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીજન અને 45 વર્ષથી ઉપરના કો-મોરબીડ રોગ ધરાવતા લોકોને હાલ દરેક જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી

WatchGujarat કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમાજ અને સરકાર સાથે મળીને કોરોના મુક્ત ભારત-કોરોના મુક્ત ગુજરાત માટે કમર કસી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇન ઉપરાંત રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અસરકારક પગલા લીધા છે.

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકગાયીકા મિત્તલબેન રબારીએ એક વિડીયો દ્વારા જણાવ્યું હતું કે, કોવિડની રસી સુરક્ષિત છે. વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમ થકી રસી આપણા સુધી પહોંચી છે. આપણા અને આસપાસના જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી માટે કામગીરી ઝડપી કરવામાં આવી છે. 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીજન અને 45 વર્ષથી ઉપરના કો-મોરબીડ રોગ ધરાવતા લોકોને હાલ દરેક જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે.

લોકગાયીકા મિત્તલબેન રબારીએ રસીકરણ અંગે વધુમાં કહ્યું હતું કે, કોરોના સામેની સંજીવની ઔષધિ તરીકેનો એક માત્ર શ્રેષ્ઠ ઉપાય કોરોના વિરોધી રસી જ છે, ત્યારે નાગરિકોએ સરકારી દવાખાનામાં વિનામૂલ્યે મળતી અને ખાનગી હોસ્પિટલોમાં નજીવા દરે ઉપલબ્ધ રસી મુકાવી જ લેવી જોઈએ. રાજ્ય સરકારના રસીકરણ અભિયાનમાં હાલની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા સૌ લોકો રસી મુકાવે તે જરૂરી છે.

તેઓએ કહ્યું કે, કર્મચારી પણ રસીકરણ માટે પ્રતિબધ્ધ છે. રસી મૂકાવાથી કોઇ આડઅસર થતી નથી માટે કોરોના મુકત ભારત-ગુજરાતમાં રસીકરણના અભિયાનમાં સહભાગી થઇએ તેમ તેઓએ અનુરોધ કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud