• ગુજરાતમાં અવારનવાર દારુ પકડાવવાના સમાચાર અને દારુ વેચતા હોવાના વિડીયો વાયરલ થતા હોય છે
  • મગદલ્લા સુમન આનંદ કોમ્પ્લેક્ષના આઇ બિલ્ડીંગ રૂમ નં. 902 માં દારૂની મહેફીલની બાતમી પોલીસને મળી
  • પોલીસે ઘટના સ્થળેથી મોબાઈલ, દારૂની બોટલો વગેરે મળી કુલ રૂ. 1.5 લાખની મત્તા કબજે કરી
Watchgujarat. લોકડાઉન દરમ્યાન નહિ મળેલા મિત્રો માટે યુવકે દારૂની પાર્ટી યોજી હતી. અને મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે વેળાએ પોલીસને જાણ થતા મહેફિલ પર દોરડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા પાંચેય મિત્રોની ધરપકડ કરી હતી. અને કુલ રૂ. 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ગુજરાતમાં દારુબંધી છે. તેમ છતાં ગુજરાતમાં અવારનવાર દારુ પકડાવવાના સમાચાર અને દારુ વેચતા હોવાના વિડીયો વાયરલ થયા છે. ત્યારે સુરતમાં દારૂની મહેફિલ માણી રહેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે મગદલ્લા સુમન આનંદ કોમ્પ્લેક્ષના આઇ બિલ્ડીંગ રૂમ નં. 902 માં દારૂની મહેફીલ ચાલી રહી છે. જેના પગલે ઉમરા પોલીસે મગદલ્લા વાસ્તુ લક્ઝરીયાની પાછળ સુમન આનંદ બિલ્ડીંગમાં દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી  હતી. પોલીસે ઘટના સ્થળેથી મોબાઈલ, દારૂની બોટલો વગેરે મળી કુલ ૧.૫ લાખની મત્તા કબજે કરી હતી.
કોણ કોણ ઝડપાયું 
કિરણ વસંત પટેલ (ઉ.વ. 36 રહે. સી 302, ભવાની કોમ્પ્લેક્ષ, ગજેરા સર્કલ, કતારગામ),
રાહુલ સુનીલ ચોપરા (ઉ.વ. 39 રહે. બી 705 કેદારધામ એપાર્ટમેન્ટ, આનંદ મહેલ રોડ, અડાજણ),
સંદીપ જયંતીલાલ પંડાય (ઉ.વ. 35 રહે. 27, જય અંબે સોસાયટી, ભટાર રોડ),
ઉવેશ નાસીર શેખ (ઉ.વ. 30 રહે. વિરમગામી મહોલ્લો, બેગમપુરા),
પુષ્પક રાજભાઇ સોની (ઉ.વ. 21 રહે. એ 604, પ્રમુખ આદરણીય સોસાયટી, ગોડાદરા)
લોકડાઉન દરમ્યાન નહી મળતા મિત્રોએ પાર્ટીનું કર્યું હતું આયોજન 
 પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં લોક્ડાઉન હોવાથી તમામ મિત્રો ઘણા સમયથી મળ્યા ન હતા. જેથી કિરણ વસંત પટેલે ભાડેથી રાખેલા ફ્લેટમાં મહેફીલ યોજી હતી. જેમાં અન્ય મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા હતા. જો કે આખરે પોલીસે અહી દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. અને આખરે પાંચેય મિત્રોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud