CM રૂપાણીએ જણાવી વેક્સિનેશનની રૂપરેખા
ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે.
17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર છે.
ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા માટે જઈ રહ્યું છે.
WatchGujarat ભારત સરકાર દ્વારા આગામી 16મી જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં સૌથી પહેલાં હેલ્થ લાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં વેક્સિન અપાશે. આ જાહેરાતના પગલે રાજ્ય સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી.
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. કોર કમિટિની બેઠકમાં રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર છે. 27,934 સેશન સાઈટ અને 2,236 કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપલબ્ધ છે. રાજ્યની 3,084 સરકારી આરોગ્ય સંસ્થાઓ અને 15,942 ખાનગી આરોગ્ય સંસ્થાઓ રસીકરણ માટે સંપૂર્ણ સુસજ્જ છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે 'કોરોના સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. આપણા તબીબો, પોલીસ, નર્સ, સફાઇ સ્ટાફે ફ્રન્ટલાઇનમાં લડાઈ લડી છે. આપણે કેટલાય સમયથી કોવિડની વેક્સિનની રાહ જોઈએ છીએ. વેક્સિન આવી ગઈ છે. વેક્સિન મેડ ઇન ઇન્ડિયા છે. ' 'વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મળી છે. રાજ્યમાં ડેટાબેઝ તૈયાર છે. રાજ્યમાં 4 લાખ હેલ્થવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ મળીને કુલ 11 લાખ ઉપર કોવિડ કર્મચારીને વેક્સિનનો પહેલો લાભ મળશે. 50 વર્ષથી ઉપરના 1.05 લાખ લોકો છે. જ્યારે 2.75 હજાર લોકો કોમોર્બિડ છે'
રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી સ્તરે વેક્સિનનો ડ્રાયરન થઈ ગયો છે. 16,000 હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકે ટ્રેઇનિંગ આપવામાં આવી છે. પ્રથમ વેઇટિંગ રૂમ, વેક્સિન રૂમ અને એક ઓબ્ઝર્વેશન રૂમ હશે. કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેનશ માટે કોલ્ડ ચેઇનની વ્યવસ્થા કરી છે. ' રાજ્યમાં 6 કોલ્ડ ચેઇન ડેપો તૈયાર કરાશે. ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા માટે જઈ રહ્યું છે. આ વેક્સિનેશનના વિતરણ માટે રાજ્ય સરકાર સજ્જ છે. રાજ્યમાં સૌને વેક્સિન મળશે. આપણે સૌ ધીરજ અને વિશ્વાસ રાખીએ, કોરોના હારશે ગુજરાત જીતશે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,01,01,064 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં હાલ ગુજરાતમાં માત્ર 8149 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 2,38,965 દર્દીઓ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં સાજા થવાનો દર 95.10 ટકા થયો છે.