ગાંધીનગર સ્થિત પેથાપુરા સ્વામિનારયણ ગુરૂકુળની ગૌશાળા પાસે ગત મોડી રાત્રે ફુલ જેવુ બાળક મળી આવ્યું હતુ.
સ્થાનિક કાઉન્સીલર દિપ્તીબેન પટેલ આખી રાત બાળકને લઇ સિવિલ હોસ્પિટલમાં સાથે રહ્યાં
ગાંધીનગરના સેકટર-26માં રહેતા દંપતિનુ બાળક હોવાનુ જાણવા મળી રહ્યું છે.
સફેદ રંગની સેન્ટ્રો કારમાં બાળકને લઇ આવ્યો હતો પિતા
ગૃહમંત્રીના આદેશ બાદ સમગ્ર જિલ્લાની પોલીસ બાળકના વાલીને શોધવા કામે લાગી
સીસીટીવીની મદદથી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હોવાની ચર્ચા
[caption id="attachment_1410492" align="aligncenter" width="1600"] Gandhinagar Abundant child CCTV[/caption]
WatchGujarat.ગાંધીનગર સ્થિત પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળની ગૌશાળાના ગેટ પાસે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ એક બાળક મળી આવ્યું હતુ. બાળકના માતા-પિતા કોણ છે તેની શોધમાં સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ વહેલી તકે બાળકના વાલીઓને શોધી કાઢવા પોલીસને આદેશ કર્યો હતો. તેવામાં સીસીટીવીની ચકાસણી દરમિયાન બાળકને નિર્દયતાથી તરછોડી ભાગી રહેલો પિતા કેમેરામાં કેદ થયો હતો. જેના ગણતરીના કલાકોમાં પોલીસ બાળકના પિતા અને તેની સફેદ રંગની સેન્ટ્રો કાર શોધી કાઢી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ફુલ જેવા માસુમ બાળકને જોઇને જ પ્રેમ આવી જાય તેવા દોઢ વર્ષના પુત્રને તરછોડી દેવાયો હોવાની નિર્દય ઘટના ગત રોજ પ્રકાશમાં આવી હતી. જેમાં ગાંધીનગર પેથાપુરાના સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ પાસે રાત્રે 9 વાગ્યાના અરસામાં એક બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી મંદિરના સેવકએ તપાસ કરતા ગેટ પાસેથી એક ફુલ જેવુ બાળક મળી આવ્યું હતુ. જેથી મંદિરના સ્વામીએ આ મામલે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.
https://youtu.be/GHv33Qh-BKY
દરમિયાન ઘટનાની જાણ સ્થાનિક મહિલા કાઉન્સીલર દિપ્તીબેન પટેલને થતાં તેઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યાં હતા. જ્યાં આ બાળકને સારવાર અર્થે સિવિલ હોસપિટલમાં લઇ જવાયો હતો. બાળકને એક માતાની હુંક મળી રહે તે માટે દિપ્તીબેન આખી રાત તેની સાથે સિવિલ હોસ્પિટલમાં રહ્યાં હતા. આ મામલાની જાણ રાજ્યના ગૃહમંત્રીને થતાં તેઓ પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાં હતા.
બાળકના વાલીને શોધી કાઢવા ગૃહમંત્રીએ રાજ્ય પોલીસ વડાને સુચના આપી તેમજ સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. તેવામાં મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા ગેટ પાસે એક શખ્સ બાળકને મુકી જતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે અંદાજીત 40થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરતા, સફેદ રંગની શંકાસ્પદ સેન્ટ્રો કાર નજરે પડી હતી.
પોલીસે સેન્ટ્રો કારની તપાસ કરતા કાર ગાંધીનગરના સેકટર 26માં રહેતા સચિન દિક્ષીતની હોવાનુ સામે આવ્યું છે. તેમજ તરછોડાયેલુ બાળક પણ સચિન દિક્ષીતનુ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે બાળકને પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે તરછોડી દેવાયું હોવાનુ વિગતો પણ જાણવા મળી રહીં છે. પરંતુ હજી સુધી આ મામલે પોલીસે કોઇ પણ પ્રકારે પુરતી સ્પષ્ટતા કરી નથી. તેમજ વિડિઓમાં દેખાતી વ્યક્તિ બાળકનો પિતા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.