• નિપુણ ચંદ્રવદન ચોક્સી સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર વર્ગ – 2 તરીકે ફરજ બજાવતા હતા
  • ફરજ દરમિયાન લાંચ માંગતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિદાય કરી
  • નિપુણ ચોક્સી એસીબીની છટકામાં સપડાયો
  • સમગ્ર મામલે નિપુણ ચોક્સીની અટકાયત કરીને તેને સેસન્શ કોર્ટ (એસીબી) ગાંધીનગર ખાતે રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા
  • નિપુણ ચોક્સીના અલગ અલગ બેંક લોકરોમાંથી કરોડોની રકમ મળી આવી

Watchgujarat. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને લાંચિયા સરકારી અધિકારીના લોકરમાંથી અધધધ રૂ. 2.27 કરોડ રિકવર કરવામાં સફળતા મળી હતી. એસીબી દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે ચોતરફથી તેમની પ્રશંશા થઇ રહી છે. અગાઉ એસીબી દ્વારા ભાયાભાઇ સુત્રેજા, પ્રાદેશિક અધિકારી, વર્ગ – 1 જીપીસીબી જામનગર ના લોકરમાંથી રોકડ તથા દાગીના મળીને કુલ. 1.27 કરોડની રકમ મેળવી હતી. એસીબીની ઐતિહાસીક કામગીરી લોકો બિરદાવી રહ્યા છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નિપુણ ચંદ્રવદન ચોક્સી સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર વર્ગ – 2 તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન તેમની લાંચિયા વૃત્તિને લઇને એસીબીને ફરિયાદ મળતા તેની સામે ગુપ્ત રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 17/07/2021 ના રોજ એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં નિપુણ ચોક્સી ફરિયાદી પાસેથઈ રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ત્યાર બાદ નિપુણ ચોક્સીના ઘરે તપાસ દરમિયાન એસીબીના અધિકારીઓનને રૂ. 4.21 લાખ બીજા મળી આવ્યા હતા. સમગ્ર મામલે નિપુણ ચોક્સીની અટકાયત કરીને તેને સેસન્શ કોર્ટ (એસીબી) ગાંધીનગર ખાતે રજુ કરવામાં આવ્યો હતો. અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન નિપુણ ચોક્સી ના ગાંધીનગર નાગરિક કો. ઓપરેટીવ બેંક, મીના બજાર, સચિવાલય બ્રાન્ચ ખાતે આવેલા લોકરમાંથી રૂ. 74.58 લાખ  અને ગાંધીનગર કો. ઓપરેટીવ બેંક, ઘ – 2 બ્રાન્ચ, સેક્ટર 0 6 માં આવેલા બે લોકરમાંથી રૂ. 1.52 કરોડ મળી આવ્યા હતા. આમ લાંચિયા નિપુણના અલગ અલગ બેંકોમાં આવેલો લોકરોમાંથી કુલ. રૂ. 2.27 કરોડ મેળવી મોટી સફળતા હાંસલ કરી હતી.

એન્ટી કરપ્શન બ્યુરોના ઇતિહાસમાં સૌથી મોટી રકમ નિપુણ ચોક્સી પાસેથી પકડી પાડવામાં આવી હતી. જેને ઐતિહાસીક સફલતા માનવામાં આવી રહી છે. અગાઉ એસીબી દ્વારા ભાયાભાઇ સુત્રેજા, પ્રાદેશિક અધિકારી, વર્ગ – 1 જીપીસીબી જામનગર ના લોકરમાંથી રોકડ તથા દાગીના મળીને કુલ. 1.27 કરોડની રકમ મેળવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud