મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે GIDCના 264 પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી
નવી GIDC વસાહતોથી MSME સેક્ટરને 500થી 2000 ચોરસ મિટરના 2570 પ્લોટ ઉપલબ્ધ થશે
20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે
મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મિટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે.
ગુજરાતની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર 6 હજાર MSME યુનિટ, છેલ્લા બે દાયકામાં રાજ્યમાં 35 લાખ MSME યુનિટ કાર્યરત
WatchGujarat મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે. CM રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ ઔદ્યોગિક વસાહત, પાટણ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની GIDCના 264 પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી છે. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુષાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે.
આ નવી GIDC વસાહતોથી MSME સેક્ટરને 500 થી 2 હજાર ચોરસ મિટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મિટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે. નવી GIDC વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ, પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર અને રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે. નવી GIDC વસાહતોથી રૂ. 1223 કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે.
હાલ રાજ્યમાં 35 લાખ MSME યુનિટ કાર્યરત
કોન્ફરન્સમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે ,સરકારે MSMEને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ 100 કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને 1 હજારથી વધુ નવી રોજગારી શક્ય બનશે.
આ ઉપરાંત દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી ‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન છે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર 6 હજાર MSME યુનિટ હતા. છેલ્લા બે દાયકા બાદ આજે રાજ્યમાં 35 લાખ MSME યુનિટ કાર્યરત છે. MSME સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. GIDC એસ્ટેસ્ટમાં સ્થિત ઉદ્યોગોને રો-મટિરિયલ, સ્કિલ્ડ મેનપાવર અને લોજિસ્ટિક સપોર્ટ મળે ઉપરાંત પ્રોપર માર્કેટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ જી.આઇ.ડી.સી. દરકાર કરે છે. રાજ્ય સરકાર જી.આઇ.ડી.સી.ની કાર્યરીતિ-નીતિઓને અવારનવાર રિવ્યું કરે છે.
મુખ્યમંત્રીએ ચાઇના જેવા દેશો પાસેથી વસ્તુંની આયાત કરવી ન પડે તે માટે સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત કાયમ વાયબ્રન્ટ રહે અને રાજ્યમાં પર્યાવરણના ભોગે ઉત્પાદનમાં ન થાય તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શું જાહેરાત કરી
8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે
આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને 500 થી 2000 ચોરસ મિટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10,000થી 50,000 ચોરસ મિટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે
જલોત્રા (બનાસકાંઠા)-શેખપર (જામનગર)-કડજોદરા (ગાંધીનગર)–વાગોસણ (પાટણ)–નાગલપર (રાજકોટ) –ઓડ (આણંદ)–ખાંડીવાવ (મહિસાગર) મોરબીમાં સ્થપાશે નવી ઔદ્યોગિક વસાહતો
મોરબીમાં આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે
MSMEને વધુ વેગ આપવા વલસાડ-સુરત-ભરૂચ-વડોદરા અને અમદાવાદ જિલ્લામાં હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં 360 નવા મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવામાં આવશે
દહેજ-સાયખા-અંક્લેશ્વર-હાલોલ-સાણંદ-2-વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન