• રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે.
  • ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે : હાઇકોર્ટ
  • રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગેનો નિર્ણય લેવાઈ શકે

#Gandhinagar - મંત્રીમંડળની બેઠકમાં ઉત્તરાયણ અને  રાત્રિ કર્ફ્યુ અંગે નિર્ણય લેવાની શક્યતા

WatchGujarat ગત 22 નવેમ્બર બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધોરો જોવા મળ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના વધુ સંક્ર્મણના કારણે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે.જે 31 ડિસેમ્બર સુધી યથાવત છે. તેમજ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જાન્યુઆરી માસમાં કેટલા દિવસનો નાઈટ કર્ફ્યુ રાખવા અને ઉત્તરાયણ માટે ની અલગ ગાઈડલાઈન અંગેનો નિર્ણય બુધવાર યોજાનાર મંત્રીમંડળની બેઠકમાં લેવાઈ શકે છે. રાજ્યના મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. #Gandhinagar

કોરોના વાયરસના સંક્ર્મણને જોતા ગુરૂવારના રોજ હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે.

હાઈકોર્ટની ટકોર અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ ગંભીર વિચારણા શરૂ કરી છે, અને બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તે અંગેની ખાસ ગાઈડલાઈનની સાથે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. #Gandhinagar

કોરોનાને કારણે હાઇકોર્ટની ટકોરના પગલે રાજ્ય સરકારે આ વર્ષે international kite festival ન યોજવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ઉત્તરાયણ અંગે પણ સરકાર SOP બહાર પાડશે તેમ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત પતંગ મહોત્સવ રદ કરવો તે અંગેનો આખરી નિર્ણય આગામી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યાં છે કે, જે રીતે દિવાળીમાં ભીડ વધવાને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તેવું ન થાય તે માટે ઉત્તરાયણના તહેવાર માટે અગાઉથી SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવી જોઇએ. #Gandhinagar

More #Cabinet #meeting #likely to #decide on #Uttarayan #Night curfew #Gandhinagar news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud