• રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
  • ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ

WatchGujarat રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાએ ફરી માથું ઊંચું કરતા અધધ કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે રાજ્ય સરકારે રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી રાત્રે 9 થી 6 વાગ્યા સુધી લાદવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ કોરોનાની વેક્સીન પર પૂર જોશમાં આપવામાં આવી હરિ છે. દરમિયાન રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ સામાજિક સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનોનિર્ણય કર્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી 32 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખથી વધુ લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 38 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. ત્યારે આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2.22 લાખથી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

અત્યાર સુધી રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. સોમવારે 2.22 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો જ્યારે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં 20 હજારથી વધારે કેસ વધી ગયા છે.

દર્દીઓ માટે 70 ટકાથી વધુ પથારીઓ ખાલી : DY.CM નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દરરોજ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રવિવારે પહેલીવાર રસીકરણ યોજાયું હતું. સરકારે તમામ લોકોને ઝડપથી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં કેસ વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે. હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud