• પોલીસ તંત્રમાંથી જ મોડ- ટુ અને થ્રી અનુસાર ખાતાકીય ભરતીની પ્રક્રિયા નવેમ્બર-2018માં શરૂ કરવામાં આવી હતી
  • ખાતાકીય પરીક્ષા આપવા કરાયેલી દાવેદારીનો મામલો કોર્ટમાં છે
  • ગુજરાત પોલીસમાં 2000 PSIની ઘટ છે

#Gandhinagar - 2 વર્ષથી 540 PSIની ખાતાકીય ભરતી અટકી છે, વધુ 13 હજાર પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત કરાઈ

WatchGujarat ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ વિભાગમાં એક તરફ 13 હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે આવનારા સપ્તાહમાં પરીક્ષા પણ લેવામાં આવનાર છે. ત્યારે બીજી તરફ 2 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં 540 PSIની ખાતાકિય રીતે ભરતી કરવાની પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી લટકી પડી છે. ખાતાકિય ભરતીના લાભ મુદ્દે હાઈકોર્ટમાં મંગાયેલ દાદનના મામલે ગૂંચવાયેલા પ્રશ્ન નહીં ઉકેલાતા હાલમાં 3 હજાર પોલીસ કર્મીઓને અન્યાય થઈ રહ્યો છે. #Gandhinagar

ગુજરાત રાજ્ય પોલીસમાં ભરતીનો દોર ચાલી રહ્યો છે. છતાં અનેક જગ્યાઓ ખાલી છે. પોલીસ તંત્રની કરોડરજ્જુ ગણાતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સની 2000 જગ્યા ખાલી છે. નિયમ પ્રમાણે પોલીસ તંત્રમાંથી જ મોડ- ટુ અને થ્રી અનુસાર ખાતાકીય ભરતીની પ્રક્રિયા નવેમ્બર-2018માં શરૂ કરવામાં આવી હતી. પોલીસ તંત્રમાં ન્યૂનત્તમ અનુભવ સહિતની કેટેગરી વગેરે નિયમો સાથે 540 જગ્યા ભરવા માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં શારીરિક કસોટી એક વર્ષ પછી ડીસેમ્બર-2019માં લેવામાં આવી હતી. જેમાં 3 હજાર પોલીસ કર્મચારી PSI બનવા માટેની આખરી લેખિત પરીક્ષા માટે પસંદ થયાં હતાં. ત્યારે PSIની 540 જગ્યા ખાતાકીય ભરતીથી ભરવા માટેની છેલ્લી લેખિત પરીક્ષાની તારીખને એક વર્ષ વિત્યું છતાં આવતી નથી. #Gandhinagar

એક વર્ષ વિતી ગયું છે છતાં ગુજરાત સરકાર કે ગૃહવિભાગ દ્વારા આ વિવાદ ઉકેલાય તે દિશામાં ગંભીર ગણી શકાય તેવી કાર્યવાહી કરી નથી. આ કારણે ખાતાકીય પરીક્ષા આપીને PSI બનવાની અનેક પોલીસ કર્મચારીની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. ગૌણ સેવા પરિષદ દ્વારા વહેલાસર લેખિત પરીક્ષા લેવાય ત્યારે PSI તરીકે ઉપયોગ શક્ય બનશે. તેમજ ગુજરાત પોલીસમાં 2000 PSIની ઘટ છે તેમાં મોટો ખાડો પણ પુરાશે.

More #Gandhinagar #Police #Departmental #recruitment #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud