ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે
માહિતી ખાતાની પરીક્ષા પણ મોકૂફ
કોરોના સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે આયોગ દ્વારા એપ્રિલ-2021માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત
WatchGujarat. રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ મહામારી પર કાબુ મેળવવા સરકાર દ્વારા રાત્રી કરફ્યીનો સમય વધારવામાં આવ્યો છે, સાથે વેક્સીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, અને કોરોના સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે આયોગ દ્વારા એપ્રિલ-2021માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
નોવેલ કોરોના વાઇરસ (COVID-39)ના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તા.11 એપ્રિલ 2021 થી 30 એપ્રિલ 2021 સુધી આયોગ દ્વારા આયોજિત તમામ પ્રાથમિક કસોટીઓ અને મુખ્ય પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. તા. 11 એપ્રિલ 2021 ના રોજ આયોજિત જા.ક્ર. 27/2019-20 , હિસાબી અધિકારી વર્ગ-2 ની લેખિત પરીક્ષા (પ્રશ્નપત્ર -5) પણ મોકૂફ રાખવામાં આવી છે.
જોકે, જા.ક્ર. 110/2019-20, પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-2 ની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી (PET/ PST ) તેના નિયત આયોજન મુજબ તા. 22 એપ્રિલ 2021 થી 26 એપ્રિલ 2021 સુધી લેવામાં આવશે. આયોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોકૂફ રહેલ પરીક્ષાઓની નવી તારીખો આયોગની વેબસાઇટ પર યોગ્ય સમયે પ્રસિધ્ધ કરવામાં આવશે. આથી ઉમેદવારોને આયોગની વેબ સાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ
આ બાજુ માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3)- એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તા.22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.
આ વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી, પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને અનુરોધ કરવામાં આવ્યો છે.