• ઓથોરાઇઝ 23 બેંક અને ૩૦ પીઓએસ ઉપરથી ફાસ્ટટેગ ખરી શકાય
  • અત્યાર સુધી પાંચમાંથી એક લેન રોકડ પેમેન્ટ માટે ખુલ્લી રહેતી હતી જે હવેથી બંધ થશે
  • વાહનમાલિકો ઓનલાઇન-ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે.

WatchGujarat રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી વાહનો પર ફાસ્ટેગ લગાવવાની મુદત વધારી હતી. ત્યારબાદ રાજ્યના તમામ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ થશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલચાર્જ ચૂકવવો પડશે. જો કે વાહનમાલિકો ઓનલાઇન-ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે.

સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોકડ વ્યવહાર કરવો પડશે નહીં. આ ઉપરાંત ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈન પણ નહિ લાગે અને સમયનો પણ બચાવ થશે. રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી વાહનો પર ફાસ્ટેગ લગાવવાની મુદત વધારી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે. અત્યાર સુધી ટોલ પ્લાઝા પર પાંચ કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી. જે સોમવારથી બંધ થઈ જશે. જોકે અમદાવાદ સહિત રાજ્યના 67 ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ દ્વારા કરવમાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે પણ વાહન દ્વારા વર્ષમાં એકાદ વખત ટોલ પ્લાઝાનો ઉપયોગ કરવામાં આવતો હોય તો પણ ફાસ્ટ ટેગ લગાવવું જરૂરી છે. ગમે ત્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થવાનું થાય ત્યારે ટોલની રકમ ડબલ ભરવી પડે નહીં. ફાસ્ટેગમાં સામાન્ય બેલેન્સ રાખવાથી તેનો દુરુપયોગ થતો નથી. આ ઉપરાંત કોઈપણ સ્થળે જવાનું થાય ત્યારે તેને રિચાર્જ પણ કરાવી શકાય છે.

કઈ રીતે ફાસ્ટેગ મળશે અને કેવી રીતે ઉપયોગ કરી શકાશે

  • ઓથોરાઇઝ 23 બેંક અને ૩૦ પીઓએસ ઉપરથી ફાસ્ટટેગ ખરીદી શકાશે.
  • ફાસ્ટેગને ઓનલાઇન યુપીઆઈ અથવા ક્રેડિટ કાર્ડ રિચાર્જ કરી શકાય છે.
  • ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગની ફી આપમેળે કટ થઈ જાય છે.
  • ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં.
  • ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટેગ મેળવી શકાય છે.
  • હવે પછી ટોલ પ્લાઝા પર ભરવાના રૂપિયા સાથે રાખવાની જરુર નહિ પડે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud