• નોકરીની લાલચ આપી ભાઈ બહેને વેપારી પાસેથી 35 લાખ પડાવ્યા હતા
  • સીએમ કાર્યાલયમાં નોકરી કરું છું કહી મહિલાએ વેપારીનો વિશ્વાસમાં લીધો હતો

ગાંધીનગર. સરકારી નોકરીની ઈચ્છા મોટાભાગના યુવાનો રાખતા હોય છે. તેમના માતા-પિતાને પણ એવી ઇચ્છા હોય છે કે, તેમનો પુત્ર સરકારી નોકરી કરે. આ બાબતનું ધ્યાન રાખીને લેભાગુ તત્વો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. ત્યારે સીએમ કાર્યાલયમાં નોકરી કરું છું કોઈને નોકરીની જરૂર હોય તો કહેજો કહીને 35 લાખ ખંખેરી લેનાર આરોપીએ સેકટર-7 પોલીસ સ્ટેશનમાં હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

મળતી માહિતી મુજબ સેક્ટર 21 મહાવીર સોસાયટીમાં રહેતા અને મૂળ બોરીજના રહીશ વિષ્ણુ રણછોડભાઈ પ્રજાપતિ સેક્ટર 21 શાક માર્કેટમાં કરિયાણાની દુકાન ધરાવે છે. તેમની દુકાને અવાર નવાર કરિયાણું લેવા આવતા 45 વર્ષીય જ્યોત્સના ઉર્ફે શારદા કાંતિભાઈ વાઘેલાએ  (રહે, સંજરી પાર્ક પેથાપુર) દ્વારા વિષ્ણુ ભાઈને CM કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવું છું. તમારા સગાને કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નોકરી આપવવાના બહાને તેમની પાસેથી ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા ખંખેરી નાખ્યા હતા.

બનાવ અંગેની ફરિયાદ દાખલ થયાબાદ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કર્યાબાદ સેકટર-7 પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે નામદાર કોર્ટ પાસેથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે આરોપી ભરત ગણેશ પુરબીયા (રહે સુરેન્દ્રનગર) દ્વારા સેકટર-7 પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા પતરા પાસે જઈને હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. દિવાલ માં લાગેલા પતરાની હાથ ઘસતા લોહી નીકળ્યું હતુ. જેથી પોલીસ દ્વારા આરોપીને પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ત્યારબાદ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા રીમાન્ડના પહેલા દિવસે બિમાર હોવાનું નાટક કરવામાં આવ્યું હતું ત્યારે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !