#watchgujarat. ગુજરાત કેડરના સસ્પેન્ડેડ આઇએએસ ડો. ગૌરવ દહિયાને ફસાવનાર લીનું સિંગના પતિ કુલદિપ દિનકર સામે ફરિયાદ નોંધવા દિલ્હી હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. બનાવટી બેલ એપ્લીકેશનના માધ્યમથી બેલ રીજેક્ટ થયા બાદ લીનું સિંગના પતિ કુલદિપ દિનકરે બનાવટી ડોક્યુમેન્ટ હાઇકોર્ટમાં જામીન અંગે રજૂ કર્યા હતા. હાઇકોર્ટમાં બનાવટી બેલ ડોક્યુમેન્ટ્સ પકડાતા હવે ફરિયાદ લીનુ સીંગના પતિ કુલદિપ દિનકર સામે વધુ એક ફરીયાદ નોંધાશે.
ગુજરાતના સસ્પેન્ડેડ IAS ડો. ગૌરવ દહિયાને ફસાવવા મામલે તેમની લીનું સિંગ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે ડો. ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડો. ગૌરવ દહિયાને ફસાવવા મામલે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. અગાઉ લીનું સિંગના પતિ કુલદીપ દિનકરે જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે સેશન અને હાઇકોર્ટ બન્નેએ કેની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટ સામે મામલાની સુનવણી દરમિયાન બનાવટી દસ્તાવેજોની ઓળખ છતી થઇ હતી. જેને કારણે લીનું સિંગના પતિ કુલદીપ દિનકર સામે હાઇકોર્ટે વધુ એક ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઇતિહાસમાં પહેલા વખત હાઇકોર્ટ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનુ માનવામા આવી રહ્યું છે.
અગાઉ લીનુ સીંગના સેશન કોર્ટ અને હાઇકોર્ટે જામીન અરજી નામંજુર કર્યા હતા. અને તેમના માતા-પિતાની અરજી પણ ડીસ્ટ્રીક્ટ જજે ફગાવી દીધી હતી. ડો. ગૌરાવ દહિયા પ્રકરણમાં લીનુ સીંગ સામે અગાઉ બે ફરીયાદ થઇ ચુંકી છે, ત્યારે લીનુસીંગે પાસપોર્ટમાં ચેડા કર્યાની પણ પોલીસ ફરીયાદ નોંધાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે. લાંબા સમયથી સસ્પેન્ડ ડો. ગૌરવ દહિયાને સરકાર મફતનો પગાર હાલ ચુંકવી રહીં છે. રાજ્યમાં કોરોનાનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સરકારે સસ્પેન્ડ કરેલા આઇ.એસ ડો. ગૌરવ દહિયાનો કોવિડની વણસી રહેલી પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની જરૂર છે