બચુ ખાબડના પુત્ર સામે ચેકડેમ કરોડોના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ.
ગાંધીનગર. ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્ર પર ચેકડેમમાં કરોડોના કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો અને ગાંધીનગર વિજીલન્સ ટીમને આવેદન આપી તટસ્થ તપાસની માંગ કરી હતી. જેને પગલે પુત્રના બચાવમાં રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડે ખુલાસો આપ્યો હતો કે કોંગ્રેસના તમામ પુરાવા ખોટા છે અને તે મને બદનામ કરવા માટે આ કાવતરૂ કરી રહ્યા છે.
મારા દીકરા પર ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે, મને બદનામ કરવાનું કોંગ્રેસનું કાવતરૂ છે
રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, મારા દીકરા પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે. જ્યારે મુખ્યપ્રધાને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યપ્રધાને આપેલા આદેશ અનુસાર 9 દિવસ સુધી 20 જેટલી ટીમ તપાસ કરી રહી હતી. તપાસ બાદ પ્રાથમિક અહેવાલ આવી ચૂક્યો છે, પરંતુ હજુ તપાસ બાકી છે.
જાણો, બચુ ખાબડે શું કર્યો ખુલાસો
વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ રહેલા કોંગ્રેસના ઉમેદવારે જ આક્ષેપ કર્યા છે. તેઓ ચૂંટણીમાં હાર નહીં સ્વીકારવાના કારણે તેઓ જેમ ફાવે તેમ આક્ષેપ કરી રહ્યા છે. અમારી એજન્સી છેલ્લા 30 વર્ષથી ફક્ત માલ મટિરિયલ જ સપ્લાય કરે છે, અમે કોઈ જ ચેકડેમ નથી બાંધ્યા અને નથી બનાવ્યા.
કોંગ્રેસના જે નેતાએ આરોપ કર્યો છે તે પોતે પાસાની સજા ભોગવી ચુક્યો છે
કોંગ્રેસના જે ઉમેદવાર વિધાનસભાના ચૂંટણી દરમિયાન તેઓ હારી ગયા હતા. તેઓએ પોતે ગુંડાગર્દી અને પાસાની સજા પણ ભોગવેલી છે. જ્યારે અંતિમ અહેવાલ આવ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચીમકી રાજ્યકક્ષાના પ્રધાન બચૂ ખાબડ એ આપી હતી.